ધારી ગીર વન વિભાગના આરતીબેન હીરપરાને ચેલેન્જીંગ કામગીરી બદલ બેસ્ટ વર્કીગ વુમન્સ તરીકે એવોર્ડ અપાયો

ધારી,
ગીર પૂર્વ વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટ કર્મચારી શ્રી આરતીબેન હીરપરા ને પોતાની ઉત્કૃષ્ટ કામગીરી સબબ રાજકોટ ના ગુજરાત મીરર દ્વારા બેસ્ટ વર્કિંગ વુમન ઇન ચેલેન્જિંગ જોબ – 2019-20 માટે નો એવોર્ડ આપવા માં આવ્યો.. જેમાં અલગ અલગ ક્ષેત્ર માં ફરજ બજાવતા મહિલા કર્મચારી ઓને પોતાની કામગીરી ને ધ્યાન માં રાખી પસંદ કરવામાં આવેલા.જેમાં સમગ્ર રાજ્ય માંથી અમરેલી જિલ્લા ના ધારી તાલુકા માંથી શ્રી આરતી બેન હીરપરા ની પસંદગી થતાં રાજકોટ કલેકટર ના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવેલઅને અત્રે ઉલ્લેનીય છે કે 2017-18 ના વર્ષ માં અત્રે ની દલખાણીયા રેન્જ માં અચાનક આવી પડેલ વાઇરસ થી સિહો ના મૃત્યુ નો સિલસિલો ચાલુ થયેલો .. આવા કટોકટી ના સમય માં આરતીબેન પોતે િીયહચહા ર્રપચ છતાં પણ દિવસ રાત જોયા વગર ઉપરી અધિકારી ના માર્ગદર્શન મુજબ ઓફિસ અને ફિલ્ડ ના કામ માં જોડાય ગયા હતા અને સિંહો ની સુરક્ષા માટે ખુબજ મહત્વ ની ભૂમિકા ભજવી હતી.. અને પોતાની ગીર અને ગીરના ઘરેણાં સમાન સિંહો પ્રત્યે ની લાગણી ને ઉજાગર કરી હતી.