ધારી તાલુકાના આંબરડી ગામેથી એક શખ્સને દેશી તમંચા સાથે પકડી પાડતી અમરેલી એલસીબી પોલીસ

  • ભોગબનનાર એક શખ્સે એસપીને અરજી કરતા લેવાયેલું પગલું

અમરેલી,
અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો ગેરકાયદેસર રીતે હથિયારો મેળવી, તે હથિયારનો ઉપયોગ કરી, સામાન્ય પ્રજા ઉપર રોફ જમાવી, ડરાવી, ધમકાવી, પોતાની અસમાજિક પ્રવૃતિ ચલાવતા હોય છે. આવા જ એક ઇસમની દાદાગીરીનો ભોગ બનનારે અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયને પોતાની રજુઆત અરજીના સ્વરૂપમાં કરેલ હતી. ધારી તાલુકાના આંબરડી ગામનો નજુ રાવતભાઇ વાળા, પોતાની પાસે ગેરકાયેદસર હથિયાર રાખતો હોવાની અને આ ગેરકાયદેસર હથિયારના જોરે દાદાગીરી કરતો હોવાની અરજી મળેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયએ આ અરજી અન્વયે તપાસ કરી, ધોરણસર કાર્યવાહી હાથ ધરવા અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે આજ રોજ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.કે.કરમટા તથા પો.સબ ઇન્સ. પી.એન.મોરીની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે આંબરડી ગામેથી અરજીમાં જણાવેલ શખ્સ નજુ રાવતભાઇ વાળા, ઉં.વ.26, રહે.આંબરડી, તા.ધારીને ગેરકાયેદસર દેશી બનાવટનો તમંચો કિં.1000ની સાથે ઝડપી લીધેલ છે.