ધારી તાલુકા ભાજપદ્વારા પંડિત શ્રી દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ

  • સરપંચ સહિત ભાજપ આગેવાનો અને કાર્યકરોએ શ્રધ્ધાંજલી પાઠવી

ધારી,
ધારી તાલુકા ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયને દામાણી હાઈસ્કૂલ ખાતે પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવેલ જેમાં પ્રમુખ અને સરપંચ જીતુભાઈ જોશી, મહામંત્રી વિપુલભાઈ બુંહા, ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈ, પૂર્વપ્રમુખ અતુલભાઈ કાનાણી, બાંધકામ સમિતિના ચેરમેન જયદિભાઈ બસિયા, દિનેશભાઈ બલદાણીયા, તાલુકા પંચાયત સદસ્ય મધુબેન જોશી, હિનાબેન રાવળ, પુનમબેન મકવાણા, પ્રિન્સીપાલ માનસિંહ બારડ, સુરેશભાઈ ગમારા, જાદવભાઈ, ડોડીયાભાઈ, સુરેશભાઈ વાળા, વિક્રમભાઈ વાળાસહીત આગેવાનો ઉપસ્થિત રહયા હતા.