ધારી, ધારગણી અને ચલાલા ગજવતા શ્રી સુરેશ કોટડીયા

  • ભાજપના ઉમેદવારની હોમપીચમાં કોંગ્રેસના શ્રી કોટડીયાએ વાવાઝોડુ સર્જી દીધુ
  • ધારી, ખાંભા, ચલાલામાં ધારાસભ્યોશ્રી નૌશાદ સોલંકી, શ્રી જીજ્ઞેશ મેવાણી તથા શ્રી પ્રતાપ દુધાત જેવા મહારથીઓ સાથે શ્રી સુરેશ કોટડીયા દ્વારા જંજાવાતી ચુંટણી પ્રચાર
  • સાંજે ધારગણીમાં વિશાળ સભા સાથે વાતાવરણ કોંગ્રેસ તરફી કરી નાખતા શ્રી સુરેશ કોટડીયા : વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીની જાહેરસભામાં સ્વયંભુ ઉમટતા લોકો 

અમરેલી,
ધારી બેઠકની પેટાચુંટણીમાં ભાજપના ઉમેદવારની હોમપીચમાં કોંગ્રેસના ઉમેદવારશ્રી સુરેશ કોટડીયાએ વાવાઝોડુ સર્જી દીધુ છે અને બુધવારે ખાંભા, ધારી, ધારગણી અને ચલાલામાં સભાઓ ગજવતા શ્રી સુરેશ કોટડીયાને સ્વયંભુ લોકસમર્થન મળી રહયુ છે.ધારી, ખાંભા, ચલાલામાં ધારાસભ્યોશ્રી નૌશાદ સોલંકી, શ્રી જીજ્ઞેશ મેવાણી તથા શ્રી પ્રતાપ દુધાત જેવા મહારથીઓ સાથે શ્રી સુરેશ કોટડીયા દ્વારા જંજાવાતી ચુંટણી પ્રચાર શરૂ કરાયો હતો અને સાંજે ધારગણીમાં વિશાળ સભા સાથે વાતાવરણ કોંગ્રેસ તરફી કરી નાખતા શ્રી સુરેશ કોટડીયાના સમર્થનમાં વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીની જાહેરસભામાં સ્વયંભુ લોકો ઉમટી પડયા હતા.