ધારી નજીક અકસ્માતે મોટરસાયકલ પરથી પડી જતા મુસ્લિમ મહિલાનું કમકમાટી ભર્યુ મોત થયું

અમરેલી,
ધારી નજીક અકસ્માતે મોટરસાયકલ પરથી પડી જતા મુસ્લિમ મહિલાનું કમકમાટીભર્યુ મોત નીપજ્યુ છે આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ખાંભાના મોટા સમઢીયાળા ગામે રહેતા ગધઇ મુસ્લિમ દંપતિ પોતાનું મોટરસાયકલ લઇ ધારી નજીક જર ગામે સ્વજનના મોત અંગે જીયારતમાં આવેલ ત્યારે જર ગામેથી મોટા સમઢીયાળા જતી વેળાએ મોટરસાયકલ ચલાવી રહેલા ઇદરીશભાઇ રાઠોડને ઓળખતા સામા માણસને હાથ ઉચો કરતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પાછળ બેઠેલા તેમના પત્ની રૂકશાનાબેન મોટરસાયકલમાંથી ફંગોળાઇ જતા મોટા પથ્થર સાથે માથુ અથડાતા માથુ ફાટી ગયુ હતુ અને રૂકશાનાબેનને પ્રથમ ચલાલા બાદમાં અમરેલી સારવારમાં ખસેડેલ જ્યાં તેઓને મૃત જાહેર કર્યા હતા અકસ્માતની જાણ થતા નાના એવા ગામમાં શોકનું મોજી ફરી વળ્યુ હતુ.