અમરેલી,ધારી તાલુકાના કોઠા પીપરીયા ગામની વતની અને હાલમાં સુરતમાં રહેતા મુક્તાબેન ગોરધનભાઈ પટોળીયા નામના 61 વર્ષીય મહિલાએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આ ગામમાં ગત તા. ર6ના રોજ બપોરે બેથી ત્રણ વાગ્યા દરમિયાન માત્ર એક જ કલાકના ગાળામાં ધોળા દિવસે તસ્કરોએ તેમના રહેણાંક મકાનમાં ઘૂસીને રસોડામાં રાખવામાં આવેલી પતરાની પેટીનું તાળું તોડીને તેમાં રાખેલા સોના અને ચાંદીના અલગ અલગ દાગીના જેની કિ.રુ. પ લાખ પ7 હજારની મત્તાની ચોરી કરીને લઈ ગયાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાના પગલે નાનકડા ગામાં ખળભળાટ મચી ગયો છે. સામાન્ય રીતે રાત્રીના સમયે તકસ્કરો ત્રાટકીને ચોરી કરતા હોય છે પણ ધોળા દિવસે માત્ર એક જ કલાકના ગાળામાં લાખો રુપિયાની મત્તાની ચોરી થઈ જતા સલામતીના મુદ્દે પણ લોકોામાં અનેક સવાલો ઊઠી રહૃાાં છે. જિલ્લાના પોલીસ અધિકાારીઓની સુચના અને માર્ગદર્શન મુજબ ધારીના કોઠાપીપરીયા ગામે સોના ચાંદીના દાગીનાની ચોરી થતા પીએસઆઇ ડીસી સાકરીયા, હે.કોન્સ.જે.પી.ભેડા, એસ.કે.મકવાણા, પો.કોન્સ.એ.સી.વાળા, યુ.બી.માંજરીયા, આર.એ.કહોદ સહિત પોલીસ સ્ટાફે આ ગુન્હાના કામના આરોપી દિપક કુમાર રાકેશ કુમાર વ્યાસ રહે.હત્યાહરણ તા.ચંડીલા ઉતરપ્રદેશ વાળાને ગણતરીના કલાકોમાં પકડી પાડી ચોરીમાં ગયેલસોનાનો ડબલ પટાનો હાર, સોનાની કંઠી, સોનાનો પટી આકારનો ચેઇન, સોનાની વીંટી 8, સોનાની બુટી 2, ચાંદીની બંગડી 2 મળી કુલ રૂા.5,57,000 નો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.