અમરેલી,
ધારી ખીચા રોડ ઉપર સ્વામીનારાયણ ગુરૂકુલ પાસે ગણપત શંકરભાઇ નીનામા રહે.દાહોદવાળાએ ટ્રેકટર નં.જી.જ.13 એ.આર.પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા પલટી મારી જતા અલ્પેશ મનીયાભાઇ ભુરીયા રહે.દાહોદ વાળાનું મોત નિપજાવી ટ્રેકટરમાં બેઠેલા અન્યને નાની મોટી ઇજા કર્યાની વિપુલભાઇ મનીયાભાઇ ભુરીયાએ ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.