ધારી નજીક ગમખ્વાર અકસ્માત : બે ના મોત

  • ધારીના વેકરીયા ગામના બે શ્રમિકોની બાઇકને કોઇ વાહને હડફેટે લેતા બંનેના ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યા : 108ની ટીમ ઘટના સ્થળે દોડી
  • મરનાર બંને યુવાનો શ્રમિક હોવાનું ખુલ્યું : બંનેના મૃતદેહને વિસાવદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા : સેવાભાવીઓ હોસ્પિટલમાં દોડી ગયા

ધારી,ધારી પાસે આવેલા મોણવેલથી વેકરીયા તરફ જતા રોડ ઉપર રાત્રીના સમયે સર્જાયેલા અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર મોણવેલથી વેકરીયા જતા રોડ ઉપર રાત્રીના સમયે બાઇક ઉપર જતા અને વેકરીયા ગામના શ્રમિક મનાતા બે યુવાનોના ગંભીર અકસ્માતમાં ઘટના સ્થળે મોત નીપજ્યા હતા આ અકસ્માતની જાણ થતા 108 ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બંને યુવાનોના મૃતદેહને બગસરા અને ધારીની 108 દ્વારા વિસાવદર લઇ જવામાં આવી હતી આ બનાવ વિસાવદરની હદમાં છે કે ધારીની હદમાં તેની વિગતો બહાર નથી આવી અને મરનારના નામ જાહેર નથી થયા મોડેથી જાણવા મળતી માહિતી અનુસાર મરનાર વેકરીયા ગામના નવઘણ શ્રવણભાઇ ચૌહાણ અને દિનેશ ભુપતભાઇ ચૌહાણ ઉ.વ.23 હોવાનું બહાર આવ્યુ છે.