ધારી નજીક ગીરના જંગલમાં ચિંકારા હરણનો શિકાર, માસ રાંધતા બે ઝબ્બે

જંગલમાં શિકાર કરીને પાર્ટી કરવી ભારે પડી

ખાંભા
ધારી ગીર પૂર્વમાં રાત્રીના સમયે ચિંકારાનો શિકાર કરીને માસ રાંધી રહેલા બે શિકારીઓને વન વિભાગની ટીમ દ્વારા દરોડી પાડીને ઝડપી લેવાયા છે. જંગલમાં ફરી એક વખત આરક્ષિત પ્રાણીઓની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે.
ધારી ગીર પૂર્વમાં દલખાણીયા રેન્જમાં આવેલા જંગલ વિસ્તારમાં અમુક લોકો ચિંકારાનો શિકાર કરીને માસ રાંધી રહૃાા હોવાની અને તેને ખાવાના હોવાની વા વિભાગના કર્મચારીઓને બાતમી મળી હતી જેના આધારે ધારીના ડીએફઓ અન્સુમન શર્મા, એસીએફ શ્રી પરમાર ની સુચના અને માર્ગદર્શન મુજબ ચુનંદા કર્મચારી અધિકારીઓની ટીમ બનાવી હતી જેમાં અમરૂભાઇ ફોરેસ્ટર, શિવરાજભાઇ, જયરાજભાઇ, ડી.ટી.ધાધલ, પરમારભાઇ, રાયજાદાભાઇ સહીત વન વિભાગ દ્વારા રાત્રીના સમયે ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ પહોચી ત્યારે ધારીના હીરાવા ગામે રહેતા રાજુભાઈ માધાભાઈ મકવાણા (ઉવ. 4પ) અને તેનો ભાઈ હરમુખ માધાભાઈ મકવાણા (ઉ.વ.3ર) વાળાએ ચિંકારાનો શિકાર કર્યો હતો અને તેને રાંધી રહૃાા હતા. વન વિભાગ દ્વારા સ્થળ પરથી તાજી જ ચિંકારાની ખોપરી તથા શરીરના જુદા – જુદા અવશેષો કબજે કર્યા હતા. આ સો બન્ને આરોપીઓની ધરપકડ કરાવમાં આવી છે અને કેવી રીતે ચિંકારાનો શિકાર કર્યો હતો તા આ અગાઉ પણ ત્ોમના દ્વારા વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવ્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. હજુ હમણા જ ગીરના જંગલમાંં શિકારી ટીમ ઝડપાઈ હતી અને સિંહના શિકારનો પણ પર્દાફાશ થયો હતો ત્યાં રી એક વખત આરક્ષિત વન્ય પ્રાણીનો શિકાર થયાનું બહાર આવતા ભારે ચકચાર મચી છે. વન વિભાગ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરાવવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માગણી ઊઠી છે.