ધારી નજીક ભરડ ગામે પાણીની કુંડીમાં પડી જતાં બાળાનું મોત

અમરેલી,
ધારી તાલુકાના ભરડ ગામે ગોપીબેન રણજીતભાઇ બોરીચા ઉ.વ. 1.5 (દોઢ) વર્ષની બાળાનું રમતા – રમતા પાણીની કુંડીમાં પડી જવાથી ડુબી જતાં મોત નિપજયાનું શિવરાજભાઇ ગોલણભાઇ બોરીચાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બાળાને દવાખાને લઇ જતાં ડોકટરે મૃત જાહેર કરેલ.