ધારી નજીક માણાવાવની સીમમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો

અમરેલી,

અમરેલી એલસીબી ટીમે ચલાલા પો.સ્ટેના માણાવાવ ગામની સીમમાં આવેલ સુર્યદિપ ફાર્મ માંથી બાતમી હકીકત આધારે દરોડો પાડી બગસરા સાવરકુંડલા, અને ગોંડલ તાલુકા તથા જેતપુર સીટી પોલીસના ગુનામાં વોન્ટેડ આરોપી અજીત બચુભાઈ વાળા ને ભારતીય બનાવટની ઈગ્લીશ દારૂની બોટલો નંગ 274 મળી કુલ ન80778 ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. આબનામાં સીધ્ધાર્થ હરેશભાઈ વાળા ને પકડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા .