ધારી પંથકમાં જંગલી ભુંડ રોજડા હરણાઓથી ખેડુતો હેરાન

અમરેલી,
અમરેલી નાં ધારી તાલુકાના રેવન્યુ વિસ્તાર માં જંગલી ભૂંડ અને નીલગાય, હરણ જેવા પ્રાણી ઓથી ખેડૂતો હેરાન પરેશાન છે. શિયાળુ સીઝન માં ખેડૂતો ઘઉં,ચણા અને બાગાયત પાક ઉછેર કરી રહ્યા હોય ત્યારે જંગલી પ્રાણીઓનો ત્રાસ વધી રહ્યો છે.ધારી તાલુકાના પીયતવાળા વિસ્તારમાં અને રેવન્યુ વિભાગમાં જંગલી પ્રાણીઓની વસ્તી દિન પ્રતિદિન વધી રહી છે અત્રે ઉલ્લેખનીય છેકે અનુભવી ખેડૂતો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે કોઈ પણ જંગલી પ્રાણી 5 થી 7 કિલો જેટલો આહાર ખેડૂતો નાં ખેતર માંથી લઈ શકે છે પરંતુ ખોરાક લીધા બાદ પગ વડે ખૂંદીને મોટાં પ્રમાણમાં નુકસાન કરે છે જેથી ખેડૂતો રાત દિવસ ચિંતિત રહે છે.