ધારી પાસે ખોડિયાર મંદિરના રસ્તે મહિલા અને પુરુષ દવા પીઘેલ હાલતમાં મળી આવ્યા

અમરેલી,
અમરેલી જિલ્લા ના ઘારી ગામ પાસે આવેલ ખોડિયાર મંદિર જવાના રસ્તા પર એક મહિલા એક પુરુષ દવા પીઘેલ હાલતમાં મળી આવ્યા મહિલા નુ મોત ઘારી સિવિલ હોસ્પિટલ મા થયુ અને પુરુષ ને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ઘારી થઈ ખોડીયાર મંદિર જવાના રસ્તા પર વિજયભાઇ સોલંકી અને સગુણાબેન સોલંકી દવા પીઘેલ હાલતમાં મળી આવ્યા સગુણાબેન સોલંકી નુ ઘારી સિવિલ હોસ્પિટલમાં મોત થયુ અને વિજયભાઈ સોલંકી ને દવા પીઘેલી હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના કયા કારણોસર બની મહીલા અને પુરુષે કયા કારણોસર દવા પી ઘી તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે પ્રાથમિક માહિતી પ્રમાણે વિજયભાઇ સોલંકી છે તે ઘારી નો હોવાનુ જાણવા મળી રહ્યુ છે અને સગુણાબેન સોલંકી સુરત ના દેવગામ ના હોવાની પ્રાથમિક માહિતી મળિ રહી છે સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ સામે આવશે