ધારી પોલીસ લાઇનના ત્રીજા માળેથી પડી જતા પ્રૌઢનું મોત

અમરેલી,
ધારી પોલીસ લાઇનમાં ચિતલના સુરેશભાઇ રમેશભાઇ વાળા તેમજ અમરેલી રોકડીયા પરામાં રહેતા મનુભાઇ બચુભાઇ ચૌહાણ ઉ.વ.50 ત્રીજા માળેે બારીના કાચ સાફ કરતા હતા. ત્યારે ઝેરી મધમાખીઓએ ડંખ મારતા મનુભાઇ બચુભાઇ ચૌહાણ ત્રીજા માળની બારીના સજા ઉપર ઉભેલ હોય જેમણે પોતાનું બેલેન્સ ગુમાવતા રોડ ઉપર નીચે પડતા ગંભીર ઇજા થયેલ. જેમને સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું સુરેશભાઇ વાળાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.