ધારી પ્રેમપરા અને આંબરડીમાં વધુ બે પોઝીટીવ : સરદારનગરની વૃદ્ધાનું મોત

  • કોરોનાનો હાહાકાર…કાળો કહેર…
  • સુરત અને અમદાવાદથી આવતા જીવતા બોમ્બ અમરેલી જિલ્લાને મોતની ખપરમાં હોમી દેશે

ધારી,
ધારી શહેર અને તાલુકામાં વધુ બે કોરોના ( કોવિડ-19 ) પોઝીટીવ કેસ ડિટેક્ટ થતાં હાહાકાર મચી જવા પામ્યો હતો ત્યાં જ કોરોનાની સારવાર લઈ રહેલા સરદારનગરના વૃદ્ધાનું મૃત્યુ નિપજતા ઉહાપોહ મચી જવા પામ્યો છે તંદુરસ્ત અને સ્વસ્થ અમરેલી જિલ્લાને સુરત અને અમદાવાદથી આવતા જીવતા બોમ્બથી મુક્ત કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ કાબુ બહાર જતી રહેશે. નાનકડા ધારી શહેરમાં સામટા પાંચ પાંચ કેસ નોંધાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા જ ત્યાં ધારગણી ચલાલા અને હવે ધારીના પરા વિસ્તાર એવા પ્રેમપરામાં રહેતા વૃધ્ધ( ઉ.વ. 60 ) અને તાલુકાના આંબરડીમાં વૃધ્ધ ( ઉ.વ. 60 ) ( કોવિડ-19 ) કોરોના વાયરસથી સંક્રમિત જાહેર થતાં આરોગ્ય વિભાગે જરૂરી તજવીજ હાથ ધરી અને કાર્યવાહી આદરેલ છે પણ દુ:ખના સમાચારો એવા પ્રાપ્ત થયા હતા જેને લઈ ભારે ગમગીની પ્રસરી જવા પામી છે ધારી સરદારનગરના 60 વર્ષીય વૃદ્ધા કુંવરબેન વલ્લભભાઈ કટકીયા કોરોનાની સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં બિછાને પડ્યા હતા જેઓ કોરોના જંગ હારી જતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત અને અમદાવાદથી આવતા જીવતા બોમ્બ અમરેલી જિલ્લાને મોતની ખપરમાં હોમી દેશે તેમાં પણ બે મત નથી પરંતુ આપણી ફરજ અને કાળજી એવી હોવી જોઈએ કે હાલ લગ્ન સમારંભ મયત ખરખરા તેમજ જનસમુદાય એકત્રિત થાય તેવા સ્થળ અને જગ્યા પર જવું નહીં અને રાજ્ય અને દેશના મહાનગરો અને મેટ્રોસીટી સાથે વ્યવહાર બંધ કરવો જે આપણી સલામતી માટે યોગ્ય રહેશે.