ધારી બગસરા કુંકાવાવમાં વિજ ચેકીંગ

અમરેલી,અમરેલી વિજ સર્કલનાં ડીવીઝન બે દ્વારા બગસરા, કુંકાવાવ અને ધારીમાં કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા 40 ટીમોએ ત્રાટકી 21 લાખ ઉપરાંતની ગેરરીતી ઝડપી લીધી હતી. આ ડ્રાઇવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી ડીવીઝન બે દ્વારા કોર્પોરેટ ડ્રાઇવમાં બગસરા, કુંકાવાવ, ધારીમાં આજે 40 ટીમોએ ત્રાટકી વિજ ચેકીંગ કર્યુ હતું. જેમાં જેઠીયાવદર, મુંજીયાસર, પીપરીયા, નાજાપુર, ખજુરી પીપળીયા, અમૃતપુર અને કુંકાવાવ તથા ધારીનાં ગામોમાં પણ ત્રાટકી સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં રેસીડેન્સનાં 515અને કોમર્શીયલ 37 તથા ખેતીવાડીનાં 10 જોડાણો મળી કુલ 562 જોડાણો ચેક કરતા 99 જોડાણોમાં ગેરરીતી જોવા મળી હતી. જે અંદાજીત 21.9 લાખ હોવાનું વિજ સુત્રોએ જણાવ્યું છે.