ધારી બગસરા વિધાનસભા બેઠકમાં સંવિધાન અને સરકારને મજબુત બનાવવા મતદાન માટે અનુરોધ કરતા ઉર્વિબેન ટાંક

  • ધારી બગસરા ખાંભાનો વધુ વિકાસ થાય તે માટે મતદાન કરવા હાંકલ

અમરેલી,
અમરેલી જિલ્લાનાં લોકોને ખાસ કરીને ધારી, બગસરા વિધાનસભા મત વિસ્તારની પેટા ચુંટણીમાં 3 નવેમ્બરે મતાદાન થનાર છે. આ પેટા ચુંટણીમાં સર્વ જ્ઞાતીજનો અને નાગરીકોને વધુ ને વધુ મતદાન કરવા અનુરોધ કરી શ્રીમતી ઉર્વિબેન ટાંકે જણાવ્યું કે, ખાસ કરીને યુવાનો અને બહેનો મતદાનમાં ભાગ લે, કારણ કે આપણે આપણું ભવિષ્ય નક્કી કરવાનું છે. સંવિધાન અને સરકારને વધુ મજબુત બનાવવાનો શ્રેષ્ઠ રસ્તો મતદાન છે. લોકોના સર્વાંગી વિકાસ માટે ટુરીઝમ, રોડ રસ્તા, પાણીની સમસ્યા હોય કે અન્ય કોઇ પ્રશ્ર્ન હોય આ વિસ્તારમાં વધુ વિકાસ થાય તે માટે મતદાન કરી વિકાસમાં જોડાઇએ તેમ ઉર્વિબેન ટાંકે જણાવ્યું છે.