ધારી-બગસરા વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણીના ભણકારા

શ્રી દિલીપ સંઘાણી, શ્રી મનસુખ ભુવા, શ્રી બાલુભાઇ તંતી,શ્રી હિરેન હિરપરા, શ્રી જીતુભાઇ જોષી, શ્રી પરેશ પટ્ટણી, શ્રી કાંતિભાઇ સતાસિયા બની શકે છે ભાજપમાં સબળ દાવેદારો ,
જો શ્રી જેવી ભાજપમાં ન ભળે તો કોંગ્રેસમાં શ્રીમતી કોકીલાબેન કાકડીયા અને શ્રી પ્રદિપ કોટડીયા,સુરેશ કોટડીયા અને શ્રી જયઓમ કૌશિકભાઇ કોટડીયા હોઇ શકે છે દાવેદાર
અમરેલી,ધારી-બગસરાના ધારાસભ્ય શ્રી જેવી કાકડીયાએ ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દેતા શ્રી જે.વી. કાકડીયાના રાજીનામાથી વગર ચોમાસે કમોસમી માવઠું થાય તેવું રાજકીય માવઠું થયું છે અને ધારી-બગસરા વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણીના ભણકારા વાગી રહયા છે. ધારી-બગસરા બેઠક ઉપર જો ચૂંટણી આવે તો ભાજપના સીનીયર આગેવાન શ્રી દિલીપ સંઘાણી, પુર્વ ધારાસભ્ય શ્રી મનસુખ ભુવા અને શ્રી બાલુભાઇ તંતી તથા જિલ્લા ભાજપના પ્રમુખ અને ગયા વખતે જેમનું નામ ચર્ચાયું હતુ તેવા શ્રી હિરેન હિરપરા, ધારીના સરપંચ શ્રી જીતુભાઇ જોષી, ભાજપના આગેવાન શ્રી પરેશ પટ્ટણી (મુનાભાઇ), તથા બગસરા યાર્ડના પ્રમુખ શ્રી કાંતિભાઇ સતાસિયા ભાજપમાં સબળ દાવેદારો ના લીસ્ટમાં આવી શકે છે. અને રાજીનામુ આપી ચુકેલા શ્રી જેવી કાકડીયા જો ભાજપમાં ન ભળે તો કોંગ્રેસમાં શ્રીમતી કોકીલાબેન કાકડીયા અને શ્રી પ્રદિપ કોટડીયા,સુરેશ કોટડીયા અને શ્રી જયઓમ કૌશિકભાઇ કોટડીયા ના નામો પણ દાવેદાર તરીકે ચર્ચામાં આવી રહયા છે.