ધારી બેઠકની ચૂંટણી : હાઇવે ઉપર 6 ચેકપોસ્ટ કાર્યરત

  • ભાજપ અને કોંગ્રેસ સહિત ડઝનબંધ ઉમેદવારો જ્યાં મેદાનમાં આવવાના છે ત્યાં દારૂ, નાણા, અસામાજિકોને અટકાવવા નાકાબંધી
  • ધારીના તુલસીશ્યામ, પ્રેમપરા, બગસરાના માણેકવાડા, ચલાલાના ખાંભા કુંડલા ચોકડી અને ખાંભાની રાજધાની હોટલ પાસે ચેકપોસ્ટ કાર્યરત : સઘન ચેકીંગ
  • કલેકટરશ્રી આયુષ ઓક, એસપીશ્રી નિર્લિપ્ત રાય, જિલ્લા નાયબ ચુંટણી અધિકારીશ્રી વિઠલાણી, ધારી બેઠકના આરઓ શ્રી જણકાટની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
  • વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી એડીચોટીનુ જોર લગાવવાના છે અને સામે પક્ષે તેને પછડાટ આપવા માટે ભાજપની આખી ટીમ ઉતરી પડવાની છે

અમરેલી,
ભાજપ અને કોંગ્રેસ સહિત ડઝનબંધ ઉમેદવારો જ્યાં મેદાનમાં આવવાના છે તેવી ધારી બગસરા ખાંભા બેઠકમાં ચુંટણી દરમિયાન મતદારોને પ્રલોભન આપવા, ડરાવવા માટે સંભવિત ઉપયોગમાં આવનાર દારૂ, નાણા, અસામાજિકોને અટકાવવા તંત્ર દ્વારા નાકાબંધી શરૂ કરાઇ છે ધારી બેઠકની હાઇપ્રોફાઇલ ચૂંટણીને અનુલક્ષી હાઇવે ઉપર 6 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે.ધારીના તુલસીશ્યામ રોડ ઉપર દુધાળા પાસે, ધારીના પ્રેમપરામાં વિસાવદર રોડે, બગસરાના માણેકવાડા પાસે, ચલાલાના ખાંભા સાવરકુંડલા ચોકડી અને ખાંભા પોલીસ સ્ટેશનની હદમાં આવતી રાજધાની હોટલ પાસે ચેકપોસ્ટ કાર્યરત કરી સઘન ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. અમરેલીના કલેકટરશ્રી અને મુખ્ય જિલ્લા ચુંટણી અધિકારી શ્રી આયુષ ઓક, એસપીશ્રી નિર્લિપ્ત રાય, જિલ્લા નાયબ ચુંટણી અધિકારીશ્રી વિઠલાણી તથા ધારી બેઠકના આરઓ શ્રી જણકાટની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ બેઠકનું મહત્વ એના માટે છે કે આ બેઠકમાં વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી એડીચોટીનુ જોર લગાવવાના છે અને સામે પક્ષે તેને પછડાટ આપવા માટે ભાજપની આખી ટીમ ઉતરી પડવાની છે ત્યારે આખા ગુજરાતમાં આ બેઠક સાથી વધ્ાુ હાઇપ્રોફાઇલ બનનાર છે.