ધારી બેઠકમાં ત્રણ કરોડપતિ ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ

  • ભાજપના ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયાની જંગમ મિલ્કત 55 લાખની, સ્થાવર મિલ્કત 2 કરોડ ઉપરાંતની : કુલ મિલ્કત 2.63 કરોડ:માથે 10 લાખનું દેણુ
  • કોંગ્રેસના ઉમેદવાર શ્રી સુરેશ કોટડીયાની જંગમ મિલ્કત 86,17,450, સ્થાવર મિલ્કત 63 લાખની :કુલ મિલ્કત 1,51,17,450:12 લાખનું દેણુ
  • ધારી બેઠકમાં સૌથી વધુ  શ્રીમંત ઉમેદવાર સરસીયાના શ્રી પીયુષ ઠુંમર : કુલ સંપતિ 14 કરોડ જેટલી અને દેણુ સવા બે કરોડ

અમરેલી,
ધારી વિધાનસભાની બેઠક ઉપર પેટાચુંટણીમાં 6 અપક્ષ અને બે મુખ્ય રાજકીય પક્ષ તથા અન્ય પ્રાદેશીક પક્ષ મળી કુલ 11 ઉમેદવારો ચુંટણી જંગમાં ઉભા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારએ ચુંટણી પંચમાં જાહેર કરેલી સંપતિની વિગતો પ્રમાણે આ બેઠક ઉપર 3 ઉમેદવારો કરોડપતિ છે જેમાં સૌથી વધ્ાુ શ્રીમંત અપક્ષ ઉમેદવાર શ્રી પીયુષભાઇ ઠુંમર છે જેની કુલ મિલ્કત 13,82,89,824 અને માથે 2,32,71,673 નુ દેણુ છે બીજા નંબરે ભાજપના ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયા આવે છે જેમની પાસે રૂા. 2,62,74,247 રૂપીયાની સંપતિ છે અને માથે 9,79,200નું દેણુ છે ત્રીજા નંબરે કોંગ્રેસના ઉમેદવારશ્રી સુરેશ કોટડીયા આવે છે જેમની કુલ મિલ્કત 1,51,17,450 છે અને માથે 11,69,230 નુ દેણુ છે.

ઉમેદવાર સ્થાવર મિલ્કત જંગમ મિલ્કત કુલ
પીયુષ ઠુંમર 10,21,49,824 3,61,40,000 13,82,89,824
જે.વી.કાકડીયા 2,07,50,000 55,24,247 2,62,74,247
સુરેશ કોટડીયા 63,00,000 88,17,450 1,51,17,450