ધારી બેઠકમાં મત આપી રાષ્ટ્રધર્મ નિભાવ્યો

  • ચુંટણીમાં 95 વર્ષીય દિવાળીબા અને 97 વર્ષીય લાલજીભાઈએ મતદાન કરી યુવાપેઢીને પ્રેરણા આપી

અમરેલી,94-ધારી વિધાનસભા પેટાચૂંટણી 2020 અન્વયે આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ધારી મતવિસ્તારમાં મતદારો ઉત્સાજહભેર મતદાન કરી રહ્યા છે. ત્યારે ચલાલા ખાતે 95 વર્ષીય દિવાળીબેન કેશુભાઈ ભંડેરીએ અને 97 વર્ષીય લાલજીભાઈ ભગવાનભાઇ કાકડિયાએ મતદાન કરી યુવાપેઢીને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ધારી વિધાનસભા મતવિસ્તારમાં 1,13,351 પુરુષ મતદારો અને 1,04,238 સ્ત્રી મતદારો એમ કુલ મળી 2,17,595 મતદારોની સંખ્યા નોંધાયેલી છે.

  • જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હીરપરા દંપતીએ મતદાન કર્યુ

અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા એ સજોડે ધારી ના દિતલા ગામે મતદાન કરી ને લોકશાહી મતદાન અધિકાર નો ઉપયોગ કરેલ તેે વેળાએ તસવીરમાં નજરે પડે છે.

  • મતદારો દ્વારા હેન્ડ સેનિટાઇઝ અને ટેમ્પરેચર માપ્યા બાદ હેન્ડ ગ્લોવ્ઝ પહેરી મતદાન કરાયું

અમરેલી,
94-ધારી વિધાનસભા પેટાચૂંટણી 2020 અન્વયે આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ધારી મતવિસ્તારમાં મતદારો ઉત્સાજહભેર મતદાન કરી રહ્યા છે. સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી કોવીડ-19 ની તમામ ગાઇડલાઇન્સનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો. મતદાન મથકે આવતા તમામ મતદારોને સૌપ્રથમ સેનિટાઇઝરથી હેન્ડ સેનિટાઇઝ અને ટેમ્પરેચર માપ્યા બાદ હેન્ડ ગ્લોવ્ઝ આપવામાં આવ્યા હતા. અને હેન્ડ ગ્લોવ્ઝથી જ મતદાન કરવામાં આવ્યું હતું. મતદાન કર્યા બાદ હેન્ડ ગ્લોવ્ઝનો કચરાપેટીમાં નિકાલ કરવામાં આવ્યો હતો. આમ, સમગ્ર મતદાનની પ્રક્રિયા ખુબ જ સુરક્ષિત રીતે હાથ ધરવામાં આવી હતી.