ધારી બેઠક ઉપર બહુપાંખિયા જંગના એંધાણ : સર્વે ચાલુ

અમરેલી,
એક તરફથી કોરોનાએ ગતિ પકડી છે અને બીજી તરફ અમરેલી જિલ્લાની ધારી, બગસરા, ખાંભા વિધાનસભા બેઠક ઉપર રાજકીય ગતિવિધી પણ તેજ બની છે જો અહીં ચુંટણી થાય તો બહુપાંખિયો જંગ ખેલાય તો નવાઇ નહી અને તેના માટે આ બેઠક ઉપર ખાનગીમાં સર્વે પણ ચાલી રહયો હોવાનું જાણવા મળેલ છે.
કોરોનાનાં વર્તમાન સંજોગોને કારણે સરકારમાં આગેવાનો દ્વારા અત્યારનો સમય ઉચિત નથી એવી રજુઆતો થઇ રહી છે ત્યારે જો ચુંટણી થાય તો ધારી બેઠક ઉપર મતદાન થાય અને તે કેટલા ટકા થાય તેના ગણિત સાથે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષો પણ લડી લેવા માટેની ગણતરીમાં છે આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના સુપ્રિમો શ્રી કેજરીવાલે નક્કરતાથી લડવા માટે બુથ લેવલની શક્યતા ચકાસવા જણાવ્યુ છે અને પ્રદેશ લેવલના આગેવાન દ્વારા પોતા માટે સર્વે કરાઇ રહયો છે બીજી તરફ એનસીપીમાંથી પાસના ભુતપુર્વ મહિલા આગેવાન દ્વારા લડવા માટે સર્વે કરાવાઇ રહયો હોવાનું સુત્રોએ જણાવ્યુ છે.
પાટીદાર, કાઠી ક્ષત્રીય, કોળી તથા બ્રહ્મ સમાજના મતો ધારી બેઠકમાં નિર્ણાયક સંખ્યામાં છે ત્યારે બે મુખ્ય પક્ષો કોંગ્રેસ ભાજપ પાટીદારને ઉતારવાના છે અને એનસીપી અને આપ દ્વારા પણ પાટીદારો માટે સર્વે ચાલતો હોવાની ચર્ચાથી આ બેઠક ઉપર ઇતર સમાજ પણ બહુપાં ખિયો જંગ થાય તો ઇતર સમાજને કેટલી તક તેનો ખાનગી સર્વે કરાવી રહયા છે અને જાણવા મળતી માહિતી અનુસાર કોંગ્રેસમાંથી કોટડીયા પરિવારમાં કોઇને ટીકીટ ન મળે તો પુર્વ ધારાસભ્યશ્રી નલીન કોટડીયા પણ મેદાનમાં આવે તેવી શક્યતા રાજકીય સમીક્ષકો જોઇ રહયા છે.