ધારી બેઠક ઉપર ભાજપનાં શ્રી જેવી કાકડીયાનો વિજય

  • ધારી બેઠકની પેટાચુંટણીમાં આવેલા પરિણામે વિધાનસભામાં ભાજપ માટે ખાતુ ખુલ્યું 
  • જ્યાં સૌથી વધુ પાટીદાર મતદારો હતા તેવા બગસરા તાલુકામાં પહેલા રાઉન્ડથી જ ભાજપના શ્રી જેવી કાકડીયાની નીકળેલી લીડ સતત વધતી ગઇ : 17209 મતે વિજય
  • ભાજપના શ્રી કાકડીયાને 49974, કોંગ્રેસના શ્રી કોટડીયાને 32765 મત મળ્યા : અપક્ષ ઉમેદવાર શ્રી પિયુષ ઠુંમરે 8000 જેટલા મતો મેળવ્યા : 2365 મત નોટામાં પડયા

અમરેલી,
ધારી બેઠક ઉપર વિધાનસભાની પેટાચુંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયાનો 17 હજાર ઉપરાંતની લીડથી કોંગ્રેસના ઉમેદવાર શ્રી સુરેશ કોટડીયા ઉપર વિજય થયો હતો.
સાંજે શ્રી જે.વી.કાકડીયાના હોમ ટાઉન ચલાલામાં ભવ્ય વિજય સરઘસ નીકળ્યુ હતુ. જેમાં જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ શ્રી કૌશીક વેકરીયા, પુર્વ પ્રમુખ ડો. ભરતભાઇ કાનાબાર, શ્રી પ્રકાશ કારીયા,જયંતીભાઇ પાનસુરીયા, પ્રતાપભાઇ મકવાણા, નરેન્દ્રભાઇ પરવાડીયા, શ્રી મનસુખભાઇ ભુવા, શ્રી મહેન્દ્રભાઇ સાદરાણી સહિતના ભાજપના આગેવાનો, કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને શ્રી જે.વી.કાકડીયાએ ચલાલા દાનેવ ધામ ખાતે જઇ દાનેવ ધામના મહંત મહારાજ પુ.શ્રી વલકુબાપુના આશીર્વાદ મેળવ્યા હતા.ધારી બેઠક ઉપર યોજાયેલ ચુંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયાને 49695 તથા 279 પોસ્ટલ મત મળી 49974 મત મળ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર શ્રી સુરેશ કોટડીયાને 32592 તથા પોસ્ટલ મત 173 મળી કુુલ 32765 મત મળ્યા હતા જ્યારે અપક્ષ ઉમેદવાર શ્રી પિયુષ કુમાર બાબુભાઇ ઠુંમરને 7853 તથા 32 પોસ્ટલ મત મળી 7885 મત મળ્યા હતા જ્યારે અઘેરા કનુભાઇને 799, વેગડા કપીલભાઇને 409, ભુપતભાઇ ઉનાવાને 3159, ઇમરાનભાઇ પરમારને 212, પ્રવિણભાઇ ગેડીયાને 450, બાવકુભાઇ વાળાને 643, મહેતા નાનાલાલ મહેતાને 301, માધડ રામજીભાઇને 1213 અને નોટામાં 2362 મત પડયા હતા.