ધારી બેઠક ઉપર સહકારી ક્ષેત્રનો જાદુ છવાયો

  • શ્રી દિલીપ સંઘાણીના માર્ગદર્શન અને શ્રી અશ્વિન સાવલીયાની મહેનતથી પરિણામ તો ધાર્યુ આવ્યું પણ લીડ અણધારી મળવાનું કારણ પણ બહાર આવ્યું 
  • જિલ્લા બેંકનાં નેટવર્કથી ધરતીપુત્રો અને અમર ડેરીના નેટવર્કથી પશુપાલકોએ ઠેકી ઠેકીને ભાજપને મત આપ્યા અને ભાજપને ન કલ્પેલી જંગી લીડ મળી
  • મુખ્યમંત્રીની સભામાં ઉમટેલા પશુપાલકો અને ખેડુતોએ ઇવીએમને છલકાવી દીધુ : જિલ્લા બેંક અને અમર ડેરીના સુકાનીઓને અભિનંદન પાઠવાયા

અમરેલી,ધારી બેઠક ઉપર યોજાયેલી પેટાચુંટણીમાં શ્રી દિલીપ સંઘાણીના માર્ગદર્શન અને શ્રી અશ્વિન સાવલીયાની મહેનતથી પરિણામ તો ધાર્યુ આવ્યું પણ લીડ અણધારી મળવાનું કારણ પણ બહાર આવ્યું છે અને ધારી બેઠક ઉપર સહકારી ક્ષેત્રનો જાદુ કામ કરી ગયો હોવાનું મનાઇ રહયુ છે કારણકે જિલ્લા બેંકનાં નેટવર્કથી ધરતીપુત્રો અને અમર ડેરીના નેટવર્કથી પશુપાલકોએ ઠેકી ઠેકીને ભાજપને મત આપ્યા હતા જેના પરિણામે ભાજપને ન કલ્પેલી જંગી લીડ મળી હતી શ્રી અશ્ર્વિન સાવલીયાના મેનેજમેન્ટને કારણે મુખ્યમંત્રીની સભામાં ઉમટેલા પશુપાલકો અને ખેડુતોએ ઇવીએમને છલકાવી દીધુ હતુ જિલ્લા બેંકના સુકાની શ્રી દિલીપ સંઘાણી અને અમર ડેરીના સુકાની શ્રી અશ્વિન સાવલીયાની ટીમને પ્રદેશ ભાજપ દ્વારા અભિનંદન પાઠવાયા હતા.