- કોવાયાના પાંચ સિંહોને પાંજરે પુરાતા ગાંધી ચિધ્યા માગે જવા ચિમકી અપાઇ
રાજુલા,સેવ એશિયાટીક લાયન અભ્યાન અંતગત રાજુલાના કોવાયામાંથી મુક્તપણે વિચરતા પાંચ નિદોષ સિંહોને કોઇપણ કારણ વગરના પાંજરામાં કેદ કરી અજ્ઞાત સ્થળે પુરી દેવામાં આવ્યા છે.
આ એશિયાટીક સીડીયુલ એકટમાં આવતા પ્રાણીની સાથેે સમગ્ર ગુજરાતનું ગોૈરવ છે.ત્યારે વનવિભાગ દ્રારા કરવામાં આવેલા કુત્ય સામે વનવિભાગ યોગ્ય ખુલાસો આપી અને
તમામ સિંહોને તાત્કાલીક મુક્ત કરે તેવી માંગણી સાથે આજે તા.ર6 ગુરુવાર બપોરે 1ર કલાકે સમગ્ર ગુજરાતના વન્યજીવપ્રેમીઓ,સિંહપ્રેમીઓ,સામાજીક સંસ્થાઓ અને કાયકરો સહિત બહોળી સંખ્યામાં વનવિભાગ સામે પ્રદશન કરી આવેદનપત્ર આપશે.નાયબ વન સંરક્ષક ગીર પુવે વન્ય જીવ વિભાગ ધારીની કચેરી સામે લોકોને ઉમટી પડવા રમેશભાઇ રાવલ, વિપુલભાઈ લહેરી, પ્રીન્કેશ કોટડીયા, મુન્નાભાઇ વરૂ, વિરેન કુવરીયા,વજુભાઈ ડાંગર, મયંક ભટ સહિતે આવહન ક્યોનું અખબારી યાદીમાં જણાવ્યું છે.