ધારી માર્કેટયાર્ડમાં ખેડુત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક માટે ચુંટણી યોજાઈ

ધારી,
ધારી મોર્કટયાર્ડની ખેડુત વિભાગની 10 બેઠક તથા વેપારી વિભાગની 4 બેઠક માટે ચુંટણી જાહેર થતા ખેડુત વિભાગ તથા વેપારી વિભાગમા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.ત્યારબાદ આજે તા. 4-8 ના ચુંટણી અધિકારી જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓના બિમલ પટેલની ઉપસ્થિતિમા સવારના 9 થી સાંજના 5 સુધી મતદાન યોજાતા ખેડુતો અને વેપારીઓએ મતદાન કર્યુ હતું. જેમા ખેડુત વિભાગમાં 91.78 ટકા જયારે વેપારી વિભાગમા 100 ટકા મતદાન થયું હતું.અને ઉમેદવારોના ભાવિ મતપેટીમા સીલ થયા હતા. આજે તા. 5-8 શનિવારના સવારે 8:30 કલાકે યાર્ડમા મતગણતરી શરૂ કરવામા આવશે.જે બપોરના 11 કલાક સુધીમા પુર્ણ થતા વિજેતા ઉમેદવારો જાહેર કરવામા આવશે.