ધારી માર્કેટયાર્ડમાં સીઝનના નવા ઘઉંની આવક શરૂ

અમરેલી, ધારી માર્કેટયાર્ડમાં સીઝનનાં નવા ઘઉ તૈયાર થઇ જતા આવકના શ્રી ગણેશ થયા હતા અને માર્કેટયાર્ડમાં શ્રીફળ વધ્ોરી નવા ઘઉનાં વધામણા કર્યા હતા નવી જણસની આવકને બજરંગ ગ્રુપ પ્રમુખ અને જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી પરેશભાઇ પટણી સહિતે વધાવી હતી અને ખેડુતોને અપીલ કરેલ કે સમય અને નાણાનો બચાવ થશે તાલુકાના ખેડુતોએ વેપાર માટે માર્કેટયાર્ડમાં લઇ આવે તો ધારી માર્કેટયાર્ડ ધમધમતુ થશે તાલુકાનો વિકાસ થશે તથા ધારીનો વેપાર ધંધો ખુબ વધશે. જેથી ધારી માર્કેટયાર્ડમાં માલ લઇ આવવા પરેશભાઇ પટણીએ અનુરોધ કર્યો છે.