ધારી મુકામે પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજના અંતર્ગત વિમાનાં ચેકનું વિતરણ

  • અમરેલી જીલ્લા મઘ્યસ્થ સહકારી બેન્ક લી.દ્વારા

અમરેલી,અમરેલી જીલ્લા મઘ્યસ્થ સહકારી બેન્ક લી.ની ધારી શાખામાં બચત ખાતુ ધરાવતા કાજલબેન મુળાભાઈ સાનીયાનું તા.18/8/20નાં રોજ અવસાન થયેલ હતુ કાજલબેનનાં બચત ખાતા સાથેરૂ.330/- વાર્ષિક પ્રિમિયમ ભરી કેન્દ્ર સરકારશ્રીની જીવન જયોતિ વિમા યોજના અંતર્ગત રૂ.2,00,000/-નો વિમો લીધ્ોલ હતો. જેનો કલેઈમ મંજુર થતા ચેક વિતરણનો કાર્યક્રમ ધારી શાખામાં રાખવામાં આવેલ હતો. વિમા કલેઈમનાં રકમનાં ચેકનું વિતરણ અમરેલી જીલ્લા મઘ્યસ્થ સહકારી બેન્ક લી.નાં જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી.એચ. કોઠીયાના હસ્તે તેમના વારસદાર શ્રી મુળાભાઈ કાળુભાઈ સાનીયાને કરવામાં આવેલ. આ પ્રસંગે બેન્કનાં એડી.જનરલ મેનેજર એ.બી. ગોંડલીયા, વહીવટી વિભાગનાં મેનેજર પી.પી. રામાણી, ધારી શાખાનાં બ્રાન્ચ મેનેજર .કે.બી. કિકાણી બ્રાન્ચ ઈન્સ્પેકટર વી.બી. વેકરીયા અને દામાણી હાઈસ્કુલના શિક્ષક સુરેશભાઈ ગમારા હાજર રહેલ હતા. તે બેન્કના જનરલ મેનેજર(સી.ઈ.ઓ) બી.એસ કોઠીયા ની યાદી જણાવે છે.