ધારી વિધાનભા બેઠકનાં મતદારોનો આભાર માનતા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયા

અમરેલી,જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ડો.કાનાબાર, શરદભાઈ લાખાણી, દીનેશભાઈ પોપટ, મનસુખભાઈ સુખડીયા, પ્રાગજીભાઈ હીરપરા, મહામંત્રીશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રી મનસુખભાઈ ભુવા, બાલુભાઈ તંતી, વાલજીભાઈ ખોખરીયા, ધારી વિધાનસભા તમામ મંડળ પ્રમુખશ્રીઓ શ્રી જિતુભાઈ જોષી, વિપુલભાઈ શેલડીયા, મનસુખભાઈ ગેડીયા, શ્રી એ.વી.રીબડીયા, શ્રી રમેશભાઈ સતાસીયા, ક્સિાન મોરચો, યુવા મોરચો, મહિલા મોરચો, અનુ.જાતિ મોરચા સહિત તમામ મોરચાના વર્તમાન  અને પૂર્વ પ્રમુખશ્રીઓ, નરેન્દ્રભાઈ મોદીજીના વડપણ તળેની કેન્ દ્ર સરકારની વિકાસ નીતી અને ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ ની સરકાર -સંગઠનની પ્રજાકલ્યાણની નીતીરીતી, વિકાસમા મતદારોનો વિશ્ર્વાસ અને  કાર્યર્ક્તાઓની પ્રચારસેવા એ ધારી વિધાનસભા મત ક્ષેત્રમા કમળને જીત અપાવ્યાનું વિજેતા ઉમેદવાર જે.વી.કાકડીયાને શુભેચ્છા અને મતદાતાઓનો  આભાર માનતા નવનિયુક્ત અમરેલી જીલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિક વેકરીયા એ જણાવેલ છે. વેકરીયાએ વધુમા જણાવેલ કે, લોકશાહીના પર્વમાં સફળતા એ જવાબદારીમા પણ વધારો કરે છે તેથી પક્ષના માધ્યમથી સામુહીક લોકકલ્યાણના કાર્યો કરવાની મળતી તક લોક્સેવક તરીકે ચિરતાર્થ થાય તેમ વિજેતા ઉમેદવાર કાકડીયાને શુભેચ્છા પાઠવતા અને વિધાનસભા મતક્ષેત્રના ધારી-બગસરા-ખાંભા-ચલાલા વિસ્તારના મતદાર ભાઈ-બહેનોપ્રતિ આભાર પ્રગટ કરતા વેકરીયાએ જણાવેલ છે.