ધારી વિધાનસભા પેટાચૂંટણીમાં દિવ્યાંગજનોની સહભાગીતા વધે તે હેતુથી 802 દિવ્યાંગ મતદારો માટે 41 વ્હીલચેરની વ્યવસ્થા કરાશે

  • પેટાચુંટણીમાં 3 જગ્યાએ અપાશે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા :અંધ મતદારો માટે કેન્ડિડેટ બટનની બાજુમાં બ્રેઇલ લીપીમાં નંબર પણ દર્શાવાશે

અમરેલી,
તા: 1 નવેમ્બર 202094-ધારી વિધાનસભા પેટા ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગજનોની સહભાગીતા વધે, ચૂંટણી દરમ્યાન તેઓને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ થાય અને દિવ્યાંગ મતદારો જાગૃત બને તેમજ તેઓને તેમની દિવ્યાંગતા મુજબ કોઇ પરેશાની ન થાય તેવા શુભ આશયથી સમાજ સુરક્ષા ખાતા દ્વારા કામગીરી કરવામાં આવી છે.દિવ્યાંગ મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધે, તેમને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ થાય અને તેમની વાણી-વર્તન વ્યવહાર યોગ્ય રીતે થાય અને તેમની જાણકારી ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ જાણકારી મેળવે બ્રેઇલ લીપી તથા સાઇન લેંગવેજ બાબતે જાણકારી અને સમજ મેળવે હેતુથી દિવ્યાંગજનોની ખાસ જરૂરિયાતોનું ખાસ ધ્યાન રાખી શકાય તે માટે ચૂંટણી તંત્રના કર્મીઓની ખાસ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગજનો પ્રત્યે વિવેકપૂર્ણ રીતે વર્તવા, મતદાન મથક ઉપર રેમ્પની સગવડતા પુરી પાડવા વ્હીલચેર સહેલાઇથી હરીફરી શકે તેવું મતદાન મથકનું દ્વાર પહોળુ રાખવા તથા મત કુટીર ફરતે પુરતી જગ્યા રાખવા તથા મતદાન ઓરડા સુધી પહોંચવા યોગ્ય પથદર્શક નિશાનીઓ રાખવા, મત આપવા દિવ્યાંગોને અગ્રતા આપવા સહાયકની સુવિધા પાડવા અને તેમની સાથેના કરવા સાઇન વગેરે બાબતની તાલીમ આપવામાં આવી હતી.મતદાનના દિવસે દિવ્યાંગ વ્યક્તિઓ સરળતાથી મતદાન કરી શકે અને અને મતદાન કરવા એમને અગવડતા ન ઉભી થાય તે માટે કુલ 41 વ્હીલચેર મતદાન મથક ઉપર મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી 41 મતદાન લોકેશનમાં 82 મતદાન જેટલા બુથ આવરી લેવાશે. જેમાં કુલ 802 દિવ્યાંગ મતદારોને વ્હીલચેરની સુવિધાનો લાભ મળશે. તથા અતિ દિવ્યાંગતા ધરાવતા કુલ 54 લાભાર્થીઓ આગામી મતદાનના દિવસે મતદાન કરે તેવા સંકલ્પ પત્ર લેવામાં આવેલ છે. તથા ધારી વિધાનસભા મત વિસ્તારના જુદી જુદી કુલ 3 જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે.
કોવીડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઇ ટપાલ મતપત્રથી મતદાન કરવા કુલ 148 દિવ્યાંગ મતદારોની અરજીઓ મળેલ છે. અંધત્વ ધરાવતા દિવ્યાંગ મતદારોને મતદાન કરવાની સરળતા રહે તથા જાણકાર અંધ મતદાર તેઓના સાથીદારની સહાય વિના મત આપી શકે માટે બેલેટ યુનિટ પરના દરેક ઉમેદવારના નામ સામેના કેન્ડિડેટ બટનની બાજુમાં બ્રેઇલ લીપીમાં નંબર દર્શાવવામાં આવે છે. તેની મદદથી મતદાર પોતાના પસંદગીના ઉમેદવારનો ક્રમાંક ડમી બેલેટ પેપર આધારે જાણી બેલેટ યુનિટ પર બ્રેઇલ સંકેતોના આધારે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપી શકે તેવા આશયથી ચૂંટણી પંચ દ્વારા દરેક મતદાન બુથ પર ડમી બેલેટ પેપર આપવામાં આવનાર છે.