ધારી વિધાનસભા બેઠકની 10મીએ મતગણતરી

  • તમામ બેઠકોની એક સાથે ગણતરી કરવા ચુંટણી તંત્રનું આયોજન

અમરેલી,
ધારી બગસરા વિધાનસભા બેઠકની પેટા ચુંટણી યોજાતા ચુંટણી તંત્ર દ્વારા હવે 10મીએ યોગીજી મહારાજ કોલેજ ખાતે મત ગણતરી કરાશે. મતદાન પછી ઇવીએમને યોગીજી મહારાજ કોલેજમાં ખસેડાયાં છે. જ્યા સજ્જડ પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે. ચુંટણી તંત્ર દ્વારા મતગણતરી માટે હવે તૈયારીઓ કરાશે. તેમ ચુંટણી તંત્રનાં વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.