ધારી વિધાનસભા બેઠકમાં 45.74 ટકા મતદાન

  • જિલ્લા ચુંટણી અધિકારીશ્રી આયુષકુમાર ઓકની દેખરેખ હેઠળ શાંતિપુર્ણ વાતાવરણમાં ધારી બેઠકની પેટાચુંટણી સંપન્ન થઇ 
  • ગુજરાતની આઠેય બેઠકોમાં સૌથી ઓછુ મતદાન ધારી બેઠક ઉપર : સવારે સાત થી નવ વચ્ચે માત્ર સાડા છ ટકા મતદાન નોંધાયું પછીની બે કલાકે દસ ટકા જેવુ મતદાન થયું

અમરેલી,
ધારી વિધાનસભા બેઠકની પેટા ચુંટણીમાં મતદાન થતાં સમગ્ર સીટનું 45.74 ટકા મતદાન થયું હતું. તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
આજે શાંતિપુર્ણ વાતાવરણમાં ધારી બેઠકની પેટાચુંટણી સંપન્ન થઇ હતી અને આ બેઠક ઉપર 45.74 ટકા મતદાન નોંધાયુ હતુ જો કે ગુજરાતની આઠેય બેઠકોમાં સૌથી ઓછુ મતદાન ધારી બેઠક ઉપર થયુ હતુ સવારે સાત થી નવ વચ્ચે માત્ર સાડા છ ટકા મતદાન નોંધાયું પછીની બે કલાકે દસ ટકા જેવુ મતદાન થયું હતુ અને છેલ્લી એક કલાકમાં સાડા ત્રણ ટકા જેવા મતદાન સાથે કુલ 45.74 ટકા મતદાન થયુ હતુ ચાલુ મતદાને કોંગ્રેસના વિપક્ષનેતા શ્રી પરેશ ધાનાણી અને શ્રી પ્રદિપ કોટડીયા દ્વારા ચુંટણીપંચમાં ફરિયાદ કરાઇ હતી કે મતદારોને ડરાવવા ધમકાવવાની પ્રવૃતી થઇ રહી છે તો બીજી તરફ ભાજપના કાર્યકરો બુથ ઉપર સક્રિય જોવા મળ્યા હતા જો કે કાર્યકરોની મહેનત છતા પણ લોકો મત દેવા માટે બહાર ન નીકળ્યા હોવાને કારણે મતદાનની ટકાવારી ઓછી રહી હતી.
સતાવાર મળેલા આંકડા મુજબ બગસરામાં 17517 પુરૂષો અને 14068 સ્ત્રીઓ અન્ય 2 મળી કુલ 31587 મત પડયા હતા જે 47.62 ટકા થાય છે જ્યારે ધારીમાં 30459 સ્ત્રીઓ, 22166 પુરૂષો મળી 52625 ના મતદાન 64.70 ટકા અને ખાંભામાં 9146 પુરૂષો 6167 સ્ત્રીઓ મળી 15313 લોકોએ 39.70 ટકા મતદાન કર્યુ હતુ.
આમ ધારી બેઠકમાં કુલ પુરૂષો 113351 અને સ્ત્રીઓ 104238 અન્ય 6 મળી કુલ 217595 પૈકી 57122 પુરૂષો અને 42401 સ્ત્રીઓ અન્ય 2 મળી 99525 મત ઇવીએમમાં પડયા હતા જે કુલ મળીને 45.74 ટકા થાય છે.