ધારી વિસ્તારના ખુનના ગુન્હામાં આરોપીઓને પકડી પાડતી પોલીસ

અમરેલી,ધારી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થવા પામેલ ખુનની કોશીષના ગુન્હાના આરોપીઓને ગુન્હો દાખલ થયાની ગણતરીની કલાકોમાં પકડી પાડેલ છે.ધારી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.ડી.સી. સાકરીયા તેમજ સ્ટાફના હેડ કોન્સ કે.એસ.સોલંકી તથા પો.કોન્સ.યુ.એમ.હેલૈયા તથા વાય.જી.મકવાણા વિગેરે નાઓએ ઉપરોકત ગુન્હાના કામના બંન્ને આરોપીઓ મહેશ વીનુભાઇ રાઠોડ, હિમખીમડી પરા અને ઘનશ્યામ બાલુભાઇ પાડલીયા જળજીવડીવાળાને તા.31/05/2022 ના 17/30 વાગ્યે ધોરણસર અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.