ધારી વિસ્તારમાંથી દેશી દારૂની હેરા-ફેરી ઝડપાઇ

  • પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી બે શખ્સોને પકડી પાડ્યાં

અમરેલી,
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી. આર. કે. કરમટાનાઓની રાહબરી નીચે પો.સ.ઇ. શ્રી પી. એન. મોરી તથા એલ.સી.બી. ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે ધારી, નવી વસાહતમાં રહેતો ઝુબેર ઉર્ફે ટીનો મહમદભાઇ સોલંકીએ વિસાવદર તાલુકાના રાવણી ગામનાં ઇન્દુબેન કાઠી પાસેથી દેશી દારૂ મંગાવી, આરીફ ઉર્ફે મન્નો વલીભાઇ રહે.ધારી વાળો ભાર રીક્ષામાં દેશી દારૂ ભરી, એકટીવા મોટર સાયકલમાં પાયલોટીંગ કરી દેશી દારૂ હેરફેર કરતા હોવાની બાતમી આધારે વોચ ગોઠવી ભાર રીક્ષામાં થતી દેશી દારૂની હેરા-ફેરી કરતા બે શખ્સો ઝુબેર ઉર્ફે ટીનો મહમદભાઇ સોલંકી, આરીફ ઉર્ફે મુન્નો વલીભાઇ સવટને પકડી પાડેલ છે.અને પોલીસે દેશી પીવાનો દારૂ લીટર 100, કિં.રૂ.2,000/- તથા ભાર રીક્ષા નંબર વગરની કિં.રૂ.25,000/-, એકટીવા મોટર સાયકલ રજી. નંબર જી.જે.14.એ.કયુ. 4313, કિં.રૂ.20,000/- તથા મોબાઇલ ફોન નંગ – 2 કિં.રૂ.10,000/- મળી કુલ રૂ.57,000/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.