ધારી નદીમાં તણાયેલ ખેડૂતની લાસ ૨૨ કલાકે હાથ લાગી

વાડીના રસ્તા પર કોઝવે પાસેથી ત્રણસો ફુટ દૂર મૃતદેહ પાણીની સપાટી પર ઉપસી આવ્યો
ગઈકાલે સમી સાંજે વાડીએથી ઘરે પરત ફરી રહેલાં વિપ્ર ખેડૂત નદીના પુરમાં તણાય ગયા બાદ આજે ૨૨ કલાકે તેમનો મૃતદેહ હાથ લાગ્યો હતો અને મૃતકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પી. એમ. સહિતની ગતિવિધિ હાથ ધરવામાં આવેલ
                        હરિપરાના ગેઈટ નંબર ૧ પાસે રહેતા રાજગોર બ્રાહ્મણ ખેડૂત દુર્ગાશંકરભાઈ ફુલશંકરભાઈ જોશી ( અંદાજીત ઉ.વ. ૬૦ ) પોતાના વિસ્તારની સીમમાં આવેલ વાડીએથી ઘરે પરત ફરતા હતા ત્યારે ગાંધીબ્રીજવાળી નદીમાં બાઈક સમેત તણાયા હતા જેથી તેમની જોરશોરથી શોધખોળ ચાલતી હતી પણ સફળતા ન મળતા ૨૨ કલાક બાદ આજે બપોરે ૩ઃ૪૫ કલાકે જે કોઝવે પર તેઓ તણાયા હતા ત્યાંથી જ ૩૦૦ ફુટ દૂર તેમનો મૃતદેહ પાણીની સપાટી પર ઉપસી આવ્યો હતો જેને કાંઠે દોરી લાવી ડેથબોર્ડીને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે પી. એમ. માટે ખસેડવામાં આવેલ.