ધારેશ્વરમાં ઘાતરવડી ડેમ-1 ઓવરફ્લો

  • રાજુલા શહેર અને 13 ગામડાને સીધો ફાયદો થશે
  • ડેમ ઓવફલો થતા સિંચાઇ અને પીવાના પાણીની મુશ્કેલી દુર થઇ જશે

રાજુલા તાલુકા ના ધારેશ્વર ગામ નજીક આવેલ ઘાતરવડી ડેમ 1 સતત પડી રહેલા વરસાદ ના કારણે ભરાયો હતો પરંતુ આજે રાત્રી ના પડેલા ધીમીધારે વરસાદ ના કારણે આ ધાતરવડી ડેમ1 ઓવરફ્લો થયો છે જેના કારણે તંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરી દીધુ છે તો પીવા ના પાણી માટે રાજુલા શહેર ને પણ પાણી મળે છે અહીં થી જાફરાબાદ સુધી પાણી પોહચે છે સાથે અહીં ના 13 ગામો ને પાણી મળે છે .

એટલે સીધો 13 ગામ ના ખેડૂતો ને ખૂબ મોટો ફાયદો થવા નો છે અહીં આસપાસ ના વિસ્તાર મા પાણી નો પ્રશ્નન ભૂતકાળ બની જાય તેવી પુરી શકયતા જોવા મળી રહી છે આ વિસ્તાર ના ખેડુરો મા ભારે હર્ષ ની લાગણી જોવા મળી હતી.