ધારેશ્વરમાં ચેકડેમમાં ન્હાવા પડેલા બે યુવકો ડુબી જતા એકને બચાવાયો

  • હજુ પણ એક યુવાન લાપતા : કોઇ ભાળ નહી મળતા તંત્ર સતત ખડેપગે : ઘટનાની જાણ થતાં આગેવાનો દોડી ગયાં

રાજુલા,
રાજુલા તાલુકા ના ધારેશ્વર ગામ ની ધાતરવડી નદી નજીક આવેલ ચેકડેમ માં ખાંભલીયા ગામ ના 2 શખ્સ નાહવા પડતા મોટી ઘટના બની હતી અહીં કુમારભાઈ બીજલભાઈ વાઘ ઉમર 23,શીવાભાઈ નાજાભાઇ વાઘ ઉમર 45 આ બને અહીં ચેકડેમ માં નાહવા પડતા તણાયા હતા અહીં સ્થાનિક મહિલા સહીત ના ગ્રામજનો હતી ઘટના ની જાણ થતા દોડ્યા હતા અને શીવાભાઈ નાજાભાઇ વાઘ ને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવાયા હતા સારવાર માટે રાજુલા ની ખાનગી હોસ્પિટલ માં ખસેડાયા હતા ઘટના ની જાણ થતા રાજુલા મામલતદાર ગઢીયા,પી.આઈ.ઝાલા સહીત વહીવટી તંત્ર અને પોલીસ કમર્ચારી ઓ દોડી ગયા હતા અહીં સ્થાનિક અગ્રણી ઓ પણ દોડી આવ્યા હતા આ સમાચાર ની જાણ થતા ધારાસભ્ય અંબરીશ ભાઈ ડેર અને પૂર્વ ધાસરાસભ્ય હીરાભાઈ સોલંકી ના ટેકેદારો કાર્યકરો પણ મદદ માટે યુવાનો દોડી ગયા હતા મોડી રાત સુધી કુમારભાઈ વાઘ ની શોધખોળ ચાલુ છે પરંતુ હજુ સુધી મળ્યા નથી જયારે સ્થાનિક લોકો ના ટોળા પણ ઉમટી પડ્યા હતા અને થોડીવાર માટે ગણેશ વિસર્જન માટે યુવાનો આવ્યા હોવાની અફવા પણ ઉડી હતી પોલીસ તપાસ માં યુવાનો નાહવા ગયા હોવાનું જાણવા મળી રહ્યું હતું.