અમરેલી,ખેડુતો માટે લોકડાઉનની સ્થિતીમાં રાહતરૂપ નિર્ણય સરકારે કર્યો છે ખેતી માટેના ધિરાણને 31 ઓગસ્ટ સુધીમાં ભરપાઇ કરનાર ખેડુતને પણ વ્યાજ માફી આપવાનો કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે પીઢ સહકારી આગેવાન અને ખેડુત નેતા શ્રી દિલીપભાઇ સંઘાણીએ કેન્દ્ર સરકારમાં રજુઆત કર્યા બાદ કેન્દ્રના કૃષિમંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલાએ કરેલા પ્રયત્નોને સફળતા મળી છે રીઝર્વ બેંકે કૃષિ ધિરાણ ભરપાઇ કરવાની મુદત 31મી ઓગસ્ટ સુધી લંબાવી આપી હતી આ અંગે સતાવાર પરિપત્ર સાથે જાહેરાત થયાનું પ્રદેશ ભાજપના ડો. ભરતભાઇ કાનાબારે ટ્વીટ કરી જણાવ્યુ છે અને શ્રી પરસોતમભાઇ રૂપાલા અને શ્રી દિલીપભાઇ સંઘાણીના પ્રયાસોને ખેડુતોના હિતમાં બિરદાવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે તા.22 ના અવધ ટાઇમ્સમાં સરકાર દ્વારા નવા જુની કરવાની મુદત વધારવાનો સૈધ્ધાંતીક નિર્ણય લેવાય ગયો હતો અને શ્રી રૂપાલાએ ખેડુતોને ધરપત રાખવા અને હવે પછી આની સતાવાર જાહેરાત થશે તેમ જણાવ્યુ હતુ.
આવતી કાલ અને પ્રમદિવસે શનિ રવિ રજાના હોય અંતિમ દિવસે સરકારે ખેડુતોના હિતમાં ઝડપભેર કાર્યવાહી કરી હતી સાથે સાથે સરકાર દ્વારા કરોડો ખેડુતોના હિતમાં લેવાયેલા નિર્ણયની સૌ પ્રથમ જાણ અવધ ટાઇમ્સે ખેડુતો સુધી પહોંચાડી હોય અવધ ટાઇમ્સને પણ અભિનંદન પાઠવાય રહયા છે.