ધોધમાર વરસાદે સુરતને ધમરોળ્યું, ફસાયેલા ૭૫ લોકોનું કરાયું રેસ્ક્યૂ

 

 

રાજ્યભરમાં હાલ ભારે વરસાદ વરસી રહૃાો છે. આવામાં સુરત જિલ્લા પણ અનરાધાર વરસાદથી બાકાત નથી. માંડવી તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા લોકોને રેસ્ક્યુ કરાયા હતા. સુરતના પોલારીશ માર્કેટ પાસેથી ૭૫ લોકોને રેસ્ક્યુ કરાયા હતા. તો બીજી તરફ, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઓલપાડ-હાથીસા રોડ પર ઘુંટણસમા પાણી ઠેરઠેર જોવા મળી રહૃાાં છે. જેને કારણે નાના વાહનોની અવરજવર બંધ થઈ છે. શાંતિનગર, સિદ્ધનાથનગર સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. તો ઓલપાડ વિશ્રામગૃહમાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો દેખાયા છે.

સતત વરસાદને પગલે સુરતનું જનજીવન પ્રભાવિત થયું હતું. સુરતમાં આવેલી સેના ખાડી ઓવરફલો થતા સમસ્યા વધુ વકરવાની સ્થિતિ ઉદભવી છે. સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં પણ પાણીનું સ્તર વધી રહૃાું છે, જેથી લોકો રેસ્ક્યૂ કરવાની ફરજ પડશે. સુરતમાં ભારે વરસાદને પગલે ઓલપાડ હાઠીસા રોડ બેટમાં ફેરવાયો છે. લોકોના ઘરોમા વરસાદના પાણી ઘૂસ્યા છે. તો વરસાદી પાણી ઘરમાં જવાથી ઘરવખરીના સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. સરકારી કચેરીઓના પરિસરમાં પણ પાણી પાણી જોવા મળી રહૃાું છે.

જેથી લોકોને પ્રાથમિક શાળામા આશરો લેવો પડ્યો છે. ફાયર વિભાગ દ્વારા મધવાબાગ અને નંદનવન સોસાયટીમા બચાવ કામગીરી શરૂ કરાઈ છે. અત્યાર સુધી ફાયર અને મનપા દ્વારા ૮૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. એક ડેડ બોડીને પણ હેમખેમ વિધિ માટે ઘરે પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત પાણીમાં ફસાયેલી પ્રેગ્નેન્ટ મહિલા અને બાળકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. માધવબાગના લોકોને ઘરોમા સુરક્ષિત રહેવા સૂચના અપાઈ છે. તો બીજી તરફ, લોકો માટે દૂધની અલગથી વ્યવસ્થા કરાઈ કરી છે.