ધોનીએ જ ટીમને સારી બનાવી: આકાશ ચોપરાનો ગંભીરને જવાબ

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે તાજેતરમાં સૌરવ ગાંગુલી અને મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીને લઈ એક મોટું નિવેદન આપ્યું હતું. જેનાથી ઘણા ફેન્સ સહમત નહોતા. ગૌતમ ગંભીરનું કહેવું હતું કે સૌરવ ગાંગુલીએ ભારતને ધોની કરતા વધુ મેચ વિનર આપ્યા છે. ગંભીરના આ નિવેદન પર ઘણા ફેન્સે જવાબ આપ્યો. ત્યારે હવે ટીમ ઈન્ડિયાના જાણીતા પૂર્વ ખેલાડી અને હાલ કોમેન્ટેટર આકાશ ચોપડાએ પણ ગંભીરને આ મુદ્દે જવાબ આપ્યો છે.
ચોપડાએ કહૃાું કે તે ધોની પર ગંભીરના આ નિવેદનથી સહમત નથી. મીડિયા રિપોર્ટ મુજબ ધોનીના વખાણ કરતા આકાશ ચોપડાએ કહૃાું કે ધોનીએ જ્યારે કેપ્ટન્સી સંભાળી ત્યારે ટીમ બદલાવના દૃોરથી પસાર થઈ રહી હતી. કેટલાક મોટા ખેલાડી કરિયરના અંતિમ તબક્કામાં હતા. ચોપડાએ કહૃાું કે ધોનીએ ટાસ્ક ટીમના પ્રદર્શનને ખરાબ કર્યા વિના યુવા ખેલાડીઓને આગળ માટે તૈયાર કર્યા હતા અને તે સફળ પણ રહૃાો. આ કામ માત્ર ધોની જ કરી શકે છે. ધોનીએ ટીમને સારી બનાવી.
આ સિવાય ચોપડાએ કહૃાું કે ધોનીની કેપ્ટન્સીમાં વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ધાકડ બેટ્સમેનોએ ઘણી સફળતાઓ મેળવી અને શાનદૃાર પ્રદર્શન કર્યું. જ્યારે જસપ્રીત બુમરાહને પણ ધોનીએ તક આપી. આ સિવાય ચોપડાએ કહૃાું કે ધોનીની કેપ્ટન્સીમાં ભુવનેશ્ર્વર કુમાર, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્ર્વિન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, શિખર ધવન, અિંજક્ય રહાણે, સુરેશ રૈના જેવા મેચ વિનર ભારતીય ટીમને મળ્યા. આ સિવાય ચોપડાએ તેના યુટ્યુબ વીડિયોમાં કહૃાું કે ધોની અને ગાંગુલીની સરખામણી કરવી ખોટી છે. કારણે કે ગાંગુલી અને ધોની બંનેએ ભારતને મોટા મેચ વિનર આપ્યા છે.