ધોનીએ સાબિત કર્યું કે જીવનમાં કશું અશક્ય નથી: મુખ્યમંત્રી રૂપાણી

ભારતીય ક્રિકેટના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહૃાું કે નાના શહેરના રેલવે ટિકિટ કલેક્ટરથી લઈ ભારતીય ટીમના કેપ્ટન સુધી એમ.એસ.ધોનીની યાત્રા યુવાઓ માટે પ્રેરણા આપનારી છે. સખત મહેનત અને દ્રઢ નિશ્ર્ચયથી તેમણે સાબિત કર્યું કે જીવનમાં કંઈ પણ અશક્ય નથી. ભારતીય ક્રિકેટમાં પોતાના યોગદાન અને વર્લ્ડકપ વિજય માટે એમ.એસ.ધોની હંમેશા યાદ રહેશે. ભારતના સફળ કેપ્ટન અને કેપ્ટન કુલના નામથી જાણીતા બેટ્સમેન એમ એસ ધોનીએ નિવૃતિની જાહેરાત કરી છે. અચાનક નિવૃતિની જાહેરાત કરતા તેમના ચાહકોમાં નિરાશા છવાઈ છે.
ભારતના સૌથી સફળ કેપ્ટનમાંના એક એમએસ ધોનીએ ભારતને ટી૨૦ અને વન ડેમાં વિશ્ર્વ વિજેતા બનાવી હતી. ધોનીએ ઘણા સમયથી ક્રિકેટ રમી નથી. બીસીસીઆઈએ નવા વિકલ્પો શોધવાના શરૂ કરતાં ધોનીને અંદાજ આવી ગયો હતો. આજે એમણે જાતે જ નિવૃત્તિની ઘોષણા કરી છે. જોકે, તેઓ આઈપીએલ રમવાનું ચાલુ રાખશે. જાદૃૂઈ કેપ્ટન રહેલ ધોનીના કરિયર પર નજર કરવામાં આવે તો આ હીરોએ ઝીરોથી શરૂઆત કરી હતી. જી, હાં પ્રથમ મેચમાં તે શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો.