ધોનીએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી લડવી જોઇએ: સુબ્રમણ્યમ્ સ્વામી

ભારતીય ક્રિકેટના સફળ કેપ્ટનોમાંથી એક મહેન્દ્રસિંહ ધોની એ સંન્યાસ લઇ લીધો છે. ધોની આગળ શું કરશે તેનો ખુલાસો તેમણે કર્યો નથી. પરંતુ એક ખાસ ઓફર તેમને ચોક્કસ આવી છે. ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદૃે ધોનીને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી લડવાની સલાહ આપી છે. ધોનીએ હજી સુધી કોઇ રાજકીય પાર્ટીનું સમર્થન તો કર્યું નથી પરંતુ ઝારખંડમાં તેનું જેટલું કદ છે તેને જોતા રાજનીતિમાં પણ તેની લાંબી ઇંનિગ ચાલી શકે છે. ભાજપ સાંસદૃે આ વાત માપીને ધોનીને ચૂંટણી લડવાનું આમંત્રણ આપ્યું છે.
ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ધોનાની રિટાયરમેન્ટના બીજા જ દિવસે સૂચન કર્યું છે. સ્વામીએ ટ્વીટ કરી કે એમએસ ધોની ક્રિકેટમાંથી રિટાયર થઇ રહૃાા છે. વિષમતાઓથી લડવાની તેમની પ્રતિભા અને એક ટીમનું નેતૃત્વ કરવાની જે ક્ષમતા તેમણે ક્રિકેટમાં દૃેખાડી છે તેની સાર્વજનિક જીવનમાં જરૂર છે. તેમણે ૨૦૨૪મા લોકસભા ચૂંટણી લડવી જોઇએ. સ્વામીએ એ તો નથી કહૃાું કે ધોનીને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવી જોઇએ પરંતુ તેમનો ઇશારો સ્પષ્ટ હતો.