ધોનીના એક યુગનો અંત: રન આઉટથી શરૂ થઇને રન આઉટ પર ખત્મ

એક વર્ષ ટીમ ઈન્ડિયાથી દૂર રહૃાા બાદ મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહૃાું. તેના નિર્ણયથી દુનિયાભરના ચાહકો ચોંકી ગયા છે. ધોનીએ ક્રિકેટ માટે અને ખાસ કરીને ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે તે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલુ રહેશે. ૧૫ વર્ષ પહેલા નીલી જર્સીમાં મેદાનમાં ઉતર્યો હતો ત્યારથી લઇને છેલ્લે ૨૦૧૯માં નીલી જર્સીમાં દેખાયો હતો. ધોનીની ઇન્ટરનેશનલ વનડેની કારકિર્દી રન આઉટથી શરૂ થઇ અને રન આઉટ પર ખતમ થઇ. ધોની તેના પહેલા ઇન્ટરનેશનલ મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. ઇન્ટરનેશનલ ઇનીંગ્સની શરૂઆત બાંગ્લાદેશ વિરૂદ્ધ કરી હતી. ધોનીના પ્રશંસકો માટે ૧૦ જુલાઇનો એ દિવસ કાયમી યાદ રહેશે કેમકે એ દિવસે છેલ્લે ધોની ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ સેમિફાઇનલ માટે રમ્યો હતો. આ મેચમાં ધોનીએ ૫૦ રનની શાનદાર રમત રમી હતી.
આ મેચમાં તે રન આઉટ થયો હતો. જો કે ધોનીના આઉટ થવાને લઇને ખુબજ વિવાદ થયો હતો. કહેવાય છે કે જે બોલ પર તે આઉટ થયો તે નો બોલ હતો. ધોનીએ ૧૫ ઓગસ્ટ એટલે કે ભારતના ૭૪માં સ્વતંત્રતા દિવસે જ નિવૃત્તિની જાહેરાત કરી. ભારતીય ક્રિકેટ ઇતિહાસના દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ શનિવારે સાંજે સાત વાગ્યે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જતા જતા ધોનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, અત્યાર સુધી તમારા પ્રેમ અને સાથ બદલ આભાર. આજ સાંજથી મને હવે નિવૃત્ત સમજજો. આ વાતના એક દિવસ પહેલા તે યુએઈમાં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં જોડાવા માટે ચેન્નઈ પહોંચ્યો હતો. બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે,
ધોનીનો ભવ્ય વારસો પુનરાવર્તન કરવો મુશ્કેલ બનશે. ધોનીએ ભારત માટે ૩૫૦ વનડે, ૯૦ ટેસ્ટ અને ૯૮ ટી ૨૦ મેચ રમી હતી. તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં તેણે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કર્યો તેના ભવિષ્યને લઇને અટકળો ચાલી રહી હતી. પાંચમા અને સાતમા ક્રમે બેટિંગ કરવા છતાં તેણે વનડેમાં ૫૦થી વધુની સરેરાશથી ૧૦૭૭૩ રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તે ૩૮. ૦૯ની સરેરાશથી ૪૮૭૬ રન બનાવ્યા અને ભારતને ૨૭થી વધુ જીત અપાવી. જો કે, ધોનીની કારકિર્દીનો આલેખ આંકડા દ્વારા નક્કી થઇ શકે નહી. ધોની જેવો ખેલાડી ભારતીય ટીમ માટે શાનદાર ખેલાડી હતો તેમાં કોઇ શંકા નથી.