ધોનીના કારણે મને અને કુલદીપ યાદવને સફળતા મળી: ચહલ

તારીખ ૧૫ ઓગસ્ટ, સમય રાત્રે ૭ મિનિટ ૨૯ મિનિટ. આ એ તારીખ અને સમય છે જ્યારે કરોડો ક્રિકેટ ફેન્સના દિલ તુટી ગયા હતા. કારણ કે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રિંસહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. મહેન્દ્રિંસહ ધોનીની નિવૃત્તિથી માત્ર ચાહકો જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ આશ્ર્ચર્યચકિત થયા છે. તમને જણાવી દઈએ કે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ ધોનીની અચાનક નિવૃત્તિને ચોંકાવનારુ ગણાવ્યું હતું. આ ઉપરાંત ચહલે ધોનીની નિવૃત્તિ અંગે મોટો દાવો કર્યો છે. ચહલનો દાવો છે કે કોરોનાએ ધોનીની કારકિર્દૃી ખતમ કરી દૃીધી હતી, નહીં તો તે ટી ૨૦ વર્લ્ડ કપ રમ્યો હોત. યુઝવેન્દ્ર ચહલે કહૃાું હતું કે, ‘ધોનીની નિવૃત્તિ ખૂબ જ ચોંકાવનારા સમાચાર હતા.
મને લાગે છે કે આમાં કોરોના પણ શામેલ છે, નહીં તો ધોનીએ ટી ૨૦ વર્લ્ડ કપ રમ્યો હોત. યુઝવેન્દ્ર ચહલે એમ પણ કહૃાું હતું કે, ધોની પાસે હજી પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તાકાત છે. ચહલે કહૃાું, ‘હું ઇચ્છુ છું કે ધોની હજી રમે. તેમના કારણે મને અને કુલદીપ યાદવને સફળતા મળી છે. વિકેટ પાછળ અમને ધોનીથી મદદ મળતી હતી. જો ધોની હોત, તો મારું ૫૦ ટકા કામ થઇ જતું. ધોની જાણતો હતો કે પિચ કઈ રીતે રમી રહી છે. પ્રથમ બોલ પહેલાં ખબર હતી કે પિચ કેવી છે. નિંહતર, જ્યારે ધોની ત્યાં ન હોય ત્યારે અમને પિચ સમજવામાં એક કે બે ઓવર લાગી જતા હતા.
મેચમાં વિરાટ અને રોહિત બાઉન્ડ્રી પર હતા, ત્યારે ધોની નજીકના સિનિયર હતા. દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ધોનીએ પણ મારી અને કુલદીપને ઘણી મદદ કરી. યુઝવેન્દ્ર ચહલને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ધોનીને વિદાય મેચ મળે? આ સવાલના જવાબ પર યુઝવેન્દ્રએ કહૃાું કે બીસીસીઆઈ આ નિર્ણય લેશે. જોકે, ધોની શું ઇચ્છે છે તે પણ વિચારવા વાળી વાત છે. યુઝવેન્દ્ર ચહલે કહૃાું કે તે ધોની સાથે મર્યાદામાં રહીને મસ્તી કરતો હતો. ટીમમાં સિનિયર-જુનિયર જેવી કોઈ વસ્તુ નથી. યુઝવેન્દ્રએ કહૃાું કે લોકડાઉન દરમિયાન તેણે માહી સાથે પબજી ગેમ પણ રમી હતી અને વાતચીત પણ થઈ છે. ચહેલે સાથે જ મજાકમાં કહૃાું કે માહીને પકડવો મુશ્કેલ છે ડોન તો ફરી પણ પકડાઇ જશે.