પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ભૂતપૂર્વ સ્પિનર સક્લેન મુશ્તાકને ૧૫ ઓગસ્ટના રોજ નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રિંસહ ધોનીની પ્રશંસા બદલ ઠપકો આપ્યો છે. મુશ્તાકે તેમની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ધોનીને એક મહાન ક્રિકેટર અને રમતનો સાચો રાજદૃૂત ગણાવ્યો હતો. તેમજ મુશ્તાકે ધોનીને ફેરવેલ મેચ ન આપવા બદૃલ ભારતીય ક્રિકેટ બોર્ડની પણ ટીકા કરી હતી. PCB તેના આ વીડિયોથી નારાજ છે.
મળતી માહિતી મુજબ PCB એ સક્લેનને યાદ અપાવ્યું કે તે બોર્ડના કર્મચારી છે અને યૂટ્યૂબ ચેનલ ચલાવી શકતા નથી. સક્લેન PCB હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં ઇન્ટરનેશનલ પ્લેયર ડેવલપમેન્ટ વિંગના હેડ છે.