ધોનીની વિકેટકીપિંગની પ્રેક્ટિસ જોઈ ઈરફાને કહૃાું- પહેલાં ક્યારેય આવું જોયું નથી

૧૯ સપ્ટેમ્બરથી આઈપીએલ ૨૦૨૦ શરૂ થનાર છે. તે પહેલાં ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રેસિંહ ધોની આકરી પ્રેક્ટિસ કરી રહૃાો છે. ધોની વિકેટકીપિંગની પણ પ્રેક્ટિસ કરી રહૃાો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ વિકેટકીપિંગમાં ધોનીની પ્રેક્ટિસ જોઈને હેરાન થઈ ગયો હતો. તેણે કહૃાું કે, મેં ક્યારેય ધોનીને વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરતા જોયો નથી. ઈરફાન પઠાણે એક ઈન્ટરવ્યુમાં કહૃાું કે, હું ધોની સાથે અનેક વર્ષો સુધી ક્રિકેટ રમી ચૂક્યો છું, ટીમ ઈન્ડિયા માટે પણ અને આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ માટે,
પણ મેં ક્યારેય ધોનીને વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરતાં જોયો નથી. કદાચ લાંબા સમયથી ક્રિકેટથી દૃૂર રહેવાને કારણે ધોની વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરી રહૃાો હોવાનું ઈરફાન પઠાણે જણાવ્યું હતું, ઈરફાન પઠાણે આગળ જણાવ્યું કે, મને લાગે છે કે ટીમમાં અમુક લેગ સ્પિનર છે, અને હોઈ શકે કે ધોની તેઓ કેવી બોિંલગ નાખે છે તે જોવા માગતો હોઈ, પણ જે હોય એ, ધોનીને વિકેટકીપિંગની પ્રેક્ટિસ જોઈને સારું લાગ્યું તેવું પણ પઠાણે જણાવ્યું હતું.
જણાવી દઈએ કે, ૧૫ ઓગસ્ટે ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી હતી. અને આ અગાઉ તે છેલ્લે ૨૦૧૯ના વર્લ્ડ કપમાં પોતાની અંતિમ ઈન્ટરનેશનલ મેચ ન્યુઝિલેન્ડની સામે રમી હતી. અને ત્યાર બાદથી જ તે ક્રિકેટથી દૃૂર રહૃાો હતો. અને આટલા લાંબા સમયના અંતર બાદ તે હવે ફરીથી આઈપીએલમાં રમતો જોવા મળશે.