ધોનીની ૫ વર્ષીય પુત્રી જીવાને રેપની ધમકી, નગમાએ પીએમ મોદીને કર્યો સવાલ

આઈપીએલની આ સીઝનમાં એમએસ ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગના પ્રદર્શનમાં કંઈ ખાસ જોવા મળી રહૃાું નથી. તેવામાં સોશિયલ મીડિયા પર ટ્રોલ્સે ધોનીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ધોનીની ટીમની વારંવાર હારથી નારાજ એક પ્રશંસકે તો હદ વટાવી દીધી હતી. આ માનસિક વિકૃત કહી શકાય તેવા શખ્સોએ તો ધોનીને સીધી જ ધમકી આપી દીધી હતી. ટ્રોલ્સે ધોનીની ૫ વર્ષીય પુત્રીને સોશિયલ મીડિયા પર રેપની ધમકી આપી દીધી હતી. જો કે, આ પ્રતિક્રિયા પર લોકોએ બરાબરનો ઉઘડો લીધો હતો. ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર ઈરફાન પઠાણે પણ આવા લોકોને મૂંહતોડ જવાબ આપ્યો હતો. ધોનીની ટીમ ચાલું વર્ષની આઈપીએલ સીઝનમાં ૬ મેચ રમીને ૨ મેચ જીતી શકી છે, જ્યારે ૬ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ધોનની ટીમ આ ટૂર્નામેન્ટમાં ફેવરિટ માનવામાં આવી રહી હતી, જો કે તમામ લોકો જાણે છે કે રમતમાં હાર જીત સિક્કાની બે બાજુ છે.
પરંતુ સોશિયલ મીડિયા પર જોઈએ તો અમુક ટ્રોલ્સે ધોનીની સાથે સાથી તેમની પત્ની સાક્ષી ધોનીને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભદ્ર વર્તન અને ગાળો જેવી પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. ચેન્નાઈ સુપર કિંગના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વર્ષની પુત્રી જીવાને સોશિયલ મીડિયા પર રેપની ધમકી મળી રહી છે. મીડિયામાં ચાલી રહેલા અહેવાલો પ્રમાણે, ધોનીની પત્ની સાક્ષી સિંહ ધોનીના ઈસ્ટ્રાગ્રામ પર જીવાને રેપની ધમકી મળી છે. એટલું જ નહીં, લોકો સોશિયલ મીડિયા પર જીવાને ગંદી અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરી રહૃાા છે. અહેવાલોનું માનીએ તો કોલકાતા નાઈટરાઈડર્સ વિરુદ્ધ મેચમાં ધોનીનું પ્રદર્શન બરાબર રહૃાું નહોતું. જેના કારણે લોકોએ ધોનીની પુત્રી જીવાને રેપની ધમકી આપી હતી.
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ટ્રોલ્સની આ કરતૂત વિરુદ્ધ પોતાનો અવાજ બૂલંદ કરીને મૂંહતોડ જવાબ આપ્યો છે. પૂર્વ ભારતીય ઝડપી બોલર અને ક્રિકેટ કોમેન્ટેટર ઈરફાન પઠાણે પણ ટ્રોલ્સને મૂંહતોડ જવાબ આપ્યો છે. પઠાણે એક ટ્વિટ કરીને લખ્યું, તમામ ખેલાડી પોતાનું સારું આપી રહૃાા છે. ક્યારેક ક્યારેક આ કામ નથી થતું, પરંતુ તેનાથી કોઈને એવો અધિકાર નથી મળી જતો કે તેની કોઈ પણ નાના બાળકોને આવા પ્રકારની હલકટ પ્રકારની ધમકી આપે. પઠાણની વાત પર સહમતિ જતાવતા અને ટ્રોલ્સની આવી ગંદી હરકત પર દુ:ખ વ્યક્ત કરતા એક યૂઝરે પઠાણને રિપ્લાય આપતા લખ્યું, ભારત ખુબ જ ખોટી દિશામાં જઈ રહૃાો છે ચારેબાજુ માત્ર નકારાત્મક અને નકારાત્મકતા જ જોવા મળી રહી છે.
પઠાણે તેનો જવાબ આપતા લખ્યું, ભારત નહીં! લોકો! અત્રિનેત્રી અને કોંગ્રેસ નગમાએ ટ્વીટ કરીને કહૃાું, દેશ તરીકે આપણે ક્યાં ઉભા છીએ? આ ખૂબ જ શરમજનક વાત છે કે ૈંઁન્માં ઇ સામે ચેન્નાઈની હાર બાદ લોકોએ ધોનીની ૫ વર્ષની દિકરી સાથે રેપ કરવાની ધમકી આપી છે. મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર આપણા દેશમાં આ શુ થઈ રહૃાું છે?” નગમાએ હેશટેગમાં બેટી બચાવો-બેટી પઢાઓ પણ લખ્યું. કર્ણાટકના જયનગરના ધારાસભ્ય સૌમ્યા રેડ્ડીએ કહૃાું કે, આ ઘણી પરેશાન કરનારી વાત છે. આપણો દેશમાં શું થઈ રહૃાું છે, આ સમજમાં આવી રહૃાું નથી. આપણે ક્યાં જઈ રહૃાા છીએ? રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેંદીએ કહૃાું કે, આ તે વાતનું સૌથી ખરાબ ઉદૃાહરણ છે કે કોઈ પણ પ્રકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ થઈ રહૃાો છે.