ધોનીમાંથી હંમેશા પ્રેરણા મળી છે: કે.એલ.રાહુલ

ભારતીય ટીમના બેટ્સમેન લોકેશ રાહુલે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ભરપેટ પ્રશંસા કરી છે અને કહૃાું છે કે મહાન વિકેટકીપર-બેટ્સમેન ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ બહાર લાવનાર આ દિગ્ગજ ખેલાડીમાંથી હંમેશા પ્રેરણા મળી છે. ધોની ૧૫ ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો અને આ સાથે તેની ૧૬ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકીર્દીનો અંત આવ્યો.
વીડિયોમાં રાહુલે કહૃાું કે, ‘ધોની સાથે રમવું અને દરરોજ તેની પાસેથી કંઇકને કંઅક શીખવું એ સન્માનની વાત છે. મહેન્દ્રસિંહ ધોની પાસેથી જે પણ શીખ્યો હું મારા આખા જીવન અને કારકિર્દીમાં તેને યાદ રાખીશ. એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે આપણે પિચ પર સારી ભાગીદારી કરી હોય.
રાહુલે કહૃાું, ‘ધોનીની અંદર જે શાંતિ છે અને જે રીતે તે પોતાના ખેલાડીઓમાં શ્રેષ્ઠ લાવવા માટે જાણે છે તેમાંથી તે કંઇક શીખવા માંગે છે.
રાહુલે કહૃાું કે ટીમના નવા કોચ અનિલ કુંબલેએ તેમનું જીવન ખૂબ જ સરળ બનાવ્યું છે. રાહુલે કહૃાું, ‘અનિલ ભાઈએ મને ખૂબ મદદ કરી કારણ કે તેમની સાથે મેદાનની બહારની મિત્રતા પણ સારી છે, અમે એક જ રાજ્યના છીએ અને તેણે કેપ્ટન તરીકે મારું જીવન ખૂબ જ સરળ બનાવ્યું છે. રાહુલે કહૃાું, ‘હું જાણું છું કે અનિલ કુંબલે વધુ વ્યૂહરચના બનાવશે અને મારે ફક્ત મેદાનમાં ઉતરીને તેનો અમલ કરવાનો રહેશે.