ધોની અને હું એકસાથે હોટેલના રૂમમાં નીચે બેસીને જમતાં હતા: રોબિન ઉથપ્પા

રોબિન ઉથપ્પાએ એ સમયને ફરી એકવાર યાદ કર્યો છે, કે જ્યારે તે પૂર્વ કેપ્ટન મહેન્દ્રિંસહ ધોની સાથે હોટેલના એક રૂમમાં રહેતા હતા. બે વખત વર્લ્ડ કપ અપાવનાર ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ઉથપ્પાએ કહૃાું કે, ધોનીની સાથે મેદાનની અંદર અને મેદાનની બહાર વિતાવેલાં ક્ષણ અમુક શ્રેષ્ઠ ક્ષણમાંના એક છે. ઉથપ્પાએ કહૃાું કે, ધોની સાથે રમવું ખુબ જ શાનદાર હતું. મેં ધોની સાથે અમુક શ્રેષ્ઠ પળો વિતાવી છે. અમે તેની કેપ્ટનશિપ હેઠળ અમુક શાનદાર કરતબ હાંસલ કર્યા છે.
૨૦૦૭નો વર્લ્ડ કપ જીતવો તેમાં સામેલ છે. આ સામાન્ય દિવસ નથી કે જ્યારે તમે દૃેશ માટે વર્લ્ડ કપ જીતો છો. આ એક એવી ક્ષણ છે કે જેને હું હંમેશા માટે સાચવી રાખવા માગુ છું. ઉથપ્પાએ જણાવ્યું કે, પિચની બહાર, મેં વાસ્તવમાં એ ક્ષણોનો આનંદ ઉઠાવ્યો છે જ્યારે અમે હોટેલ શેર કરી હતી. ધોની અને હું બંને એકસાથે બેસવાનું પસંદ કરતા અને રૂમમાં લોર પર જ ખાવાનું ખાતા હતા.
તે વાસ્તવમાં એક શાનદાર સમય હતો અને સૌથી પ્યારી યાદ હતી જે ભારતીય ટીમમાં અમારી સાથે હતી. ઉથપ્પા અને તેની ટીમ રાજસ્થાન રોયલ્સ આઈપીએલ માટે દૃુબઈ પહોંચી ગઈ છે. તેનું માનવું છે કે, ટીમ પૂરી રીતે ઊર્જાથી ભરપૂર છે. વિકેટકીપર બેટ્સમેને કહૃાું કે, રાજસ્થાન રોયલ્સની સાથે અત્યાર સુધીનો અનુભવ સારો રહૃાો છે.