ધોની ક્રિકેટમાં યોજી જેવા,તેઓ પરિણામથી પોતાને અલગ રાખતા જાણે છે: શ્રીનાથ

ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર જવાગલ શ્રીનાથ માને છે કે મહેન્દ્રિંસહ ધોની ક્રિકેટમાં યોગી જેવા છે. તેઓ પરિણામથી પોતાને અલગ રાખતા જાણે છે. આ યોગ્યતા પર જ તેમણે કેપ્ટન તરીકે સફળતા મેળવી હતી. શ્રીનાથે ભારતીય સ્પિનર ??રવિચંદ્રન અશ્ર્વિન સાથે તેની યૂટ્યૂબ પર આ વાત કરી હતી.
શ્રીનાથે વધુમાં કહૃાું કે, ધોનીની જીત પછી ખૂબ જકિંમતી ટ્રોફી બીજા ખેલાડીને સોંપીને અલગ થઈ જાય છે. આવી ગુણવત્તા ખૂબ જ ઓછા લોકોમાં જોવા મળે છે.
તેમણે વધુમાં કહૃાું કે ધોની પોતાની લાગણીઓને ખૂબ જ ભાગ્યે જ વ્યક્ત કરે છે. જ્યારે મેદાનની પરિસ્થિતિઓ ટીમની તરફેણમાં નથી, તેમ છતાં તેમની બોડી લેંગ્વેજ એવી જ હોય છે કે કંઇ બન્યું નથી.
રમતમાં સફળ થવા માટે કોઈપણ ખેલાડી માટે શ્રેષ્ઠ રીત એ છે કે તે પોતાને પરિણામથી અલગ કરે અને ધોની આમાં માસ્ટર છે.
શ્રીનાથે અશ્ર્વિન સાથેની વાતચીતમાં ધોની સાથેની તેમની પહેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહૃાું કે હું ધોનીને પહેલીવાર ૨૦૦૩માં મળ્યો હતો. ત્યારે તે ભારત-એ ટીમના કેન્યા પ્રવાસ પર હતા.